તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતનો નિર્ણય:જન્માષ્ટમી પર અમદાવાદીઓને પાણીનું નો-ટેન્શન, કોર્પોરેશન રાત્રે 12થી 12.30 સુધી પાણીનો વધારાનો પુરવઠો આપશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMCની મુખ્ય ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMCની મુખ્ય ઓફિસની ફાઈલ તસવીર
  • તહેવારની સીઝનને લઈને જન્માષ્ટમી પર AMC શહેરમાં પાણીનો વધુ પુરવઠો આપશે
  • ઈસ્કોન મંદિરમાં આ વર્ષે સાદાઈથી જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરાશે

આગામી 30મી ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે. ગુજરાત સહિત અમદાવાદમાં પણ જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે ઉજવણી થવાની છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પાણી આપવાને લઇને નિર્ણય લેવાયો છે. જન્માષ્ટમી નિમિતે રાત્રે શહેરમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. રાત્રે 12.00 થી 12.30 સુધી પાણીનો વધારાનો પુરવઠો આપવામાં આવશે. તમામ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન પર વધુ પુરવઠો મળશે.

ઇસ્કોન મંદિરમાં સાદાઈથી જન્માષ્ટમીની ઉજવણી
શહેરના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવના તહેવારો સાદાઈ થી ઉજવવામાં આવશે. મંદિર તરફથી ગુરૂવારના રોજ 30 અને 31 ઓગષ્ટના રોજ ઈસ્કોન મંદિરમાં સાદાઈ થી જ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે તેમ ભક્તોને જણાવવામાં આવ્યું હતું. જન્માષ્ટમીની રાતે 10:25 સુધી જ મંદિર ખુલ્લુ રહેશે ત્યાર બાદ ભક્તો માટે મંદિરના દ્વારા બંધ થઈ જશે. ભક્તોએ મંદિરમાં દર્શન કરી પરત ફરવાનું રહેશે. ઈસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, ઈસ્કોન મંદિરમાં 30 અને 31 ઓગષ્ટના રોજ જન્માષ્ટમી અને નંદ મહોત્સવના તહેવારની સાદાઈ પૂર્વક ઊજવણી થશે.

જન્માષ્ટમી માટેની ગાઈડલાઈન

  • 30 ઓગસ્ટે 1 દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1 વાગ્યાથી અમલી બનશે.
  • મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ. ત્યારપછી બીજા લોકોને જવા દેવામાં આવશે.
  • કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડલાઈનનું પાલન ફરજિયાત.
  • ગોળ કુંડાળા-સર્કલ કરી તેમાં ઊભા રહી દર્શન કરવાના રહેશે.
  • રાજ્યમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતી શોભાયાત્રા 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ પર કાઢી શકાશે.
  • જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડ ઉત્સવને પરવાનગી અપાશે નહીં.
  • મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક પહેરવાનો રહેશે.

મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.Pનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે.