તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી-ધુળેટી ઉજવવા પર પ્રતિબંધ:અમદાવાદમાં મોટી સોસાયટીઓમાં લોકો ભેગા મળી ધુળેટીનો તહેવાર ઉજવશે તો AMC પાણી-ગટર કનેક્શન કાપી નાખશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • પોલીસ અને AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની 200 ટીમો આવતીકાલે શહેરમાં ફરશે
  • AMCની ગાઈડલાઈન અને જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવશે

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી આજ 28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામા અને ગાઈડલાઈનનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસ કડક કાર્યવાહી કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી

આવતીકાલે 200થી વધુ ટીમો રોડ ઉપર ઉતરશે. પોલીસ અને AMCની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે અને જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે. શહેરમાં આવેલી મોટી ક્લબ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળોએ ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે.સોસાયટીઓમાં પણ ટોળા વળીને પાણી કે કલરથી કરાતી હોળીની ઉજવણી બંધ રાખવામાં આવી છે. સોશિયલ મીડીયા કે મીડિયાના માધ્યમથી જો લોકો હોળી ધૂળેટીનો તહેવાર ઉજવતાં ધ્યાને આવશે તો તેને આધાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે.

AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જાહેર કરેલી પ્રેસનોટ
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જાહેર કરેલી પ્રેસનોટ

બે દિવસ શું-શું બંધ રહેશે?
તમામ ક્લબો સદંતર બંધ રહેશે.
તમામ સરકારી તેમજ પ્રાઈવેટ સ્વીમિંગ પૂલ બંધ રહેશે.
મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં ટોળે વળી પાણી કે કલરથી હોળી રમીને કરાતી ઉજવણી બંધ રાખવાની રહેશે.
તમામ પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે.
સમાજની વાડીમાં કરવામાં આલતાં ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે.
મોટા મંદિરો/હવેલીમાં ફુલ-કલરથી હોળી રમવાના ઉત્સવો બંધ રાખવાના રહેશે.
જાહેર રસ્તાઓ ઉપર હોળી રમી શકાશે નહીં. તેમજ જાહેર રસ્તા પર ટોળે વળીને પૈસા ઉધરાવાની પ્રવૃત્તિ કરી શકાશે નહીં.

માત્ર હોળી પ્રગટાવવાની છૂટ
રાજ્ય સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી પર શરતી મંજૂરી આપી છે. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર મર્યાદિત સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ થોડા દિવસો અગાઉ માહિતી આપી હતી.

હોળી-ધૂળેટીની ઉજવણીને લઈને સરકારની માર્ગદર્શિકા
28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી તથા ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. એવામાં સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીની ઉજવણીમાં સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાની સંભાવના છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

હોળીદહનમાં નિયમોનું પાલન જરૂરી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હોળીની પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ વિશે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો