સુવિધા:10ને બદલે AMC બે માળનું પાર્કિંગ બનાવી આઠ માળમાં ઓફિસો-દુકાનો વેચી 1 હજાર કરોડ રળશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • કોરોનાને કારણે આર્થિક ભારણ વધતાં કમાણીનો નવો માર્ગ શોધવો પડ્યો

ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં 4 લોકેશન પર મલ્ટિલેવલ કાર પાર્કિંગ બનાવવા નિર્ણય કર્યો હતો. જોકે હવે એ નિર્ણયમાં ફેરબદલ કરી મલ્ટિલેવલ પાર્કિંગની સાથેસાથે કોમર્શિયલ સેન્ટર તૈયાર કરી આવક ઊભી કરવા નક્કી થયું છે. મલ્ટિલેવલ કાર પાર્કિંગ તૈયાર થવાના છે તે જમીનની હાલની બજાર કિંમત આશરે 472.06 કરોડ થાય છે. પાર્કિંગ તૈયાર કરવા 344.19 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. કુલ પ્રોજેક્ટની કિંમત આશરે 816.25 કરોડ થતી હતી. હવે મ્યુનિ. એ મલ્ટિલેવલ પાર્કિંગની સાથેસાથે કોમર્શિયલ સેન્ટર તૈયાર કરી તેમાંથી 1000 કરોડની આવક રળશે.

સિંધુ ભવન, પ્રહલાદનગર ગાર્ડન, ચાંદલોડિયા અને રિવર ફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પાસે ત્રણ વર્ષ પહેલા 10 માળના મલ્ટિલેવલ કાર પાર્કિંગનો પ્લાન બનાવ્યો હતો. ચારેય લોકેશનની કુલ 28,695 જમીનનો ઉપયોગ મલ્ટિલેવલ પાર્કિંગ માટે થવાનો હતો. મ્યુનિ. ના ચારે પ્લોટ પ્રાઈમ લોકેશન ઉપર હોવાથી તેની કિંમત કરોડો રૂપિયા છે. તેની આવકમાંથી મેન્ટન્સનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ હોવાનો અંદાજ હતો. મ્યુનિ. એ અન્ય મલ્ટિલેવલ પાર્કિંગની આવક-જાવકનો સરવે પણ કરાવ્યો હતો તેમાં મ્યુનિ. ને પાર્કિંગ ચલાવવા કોન્ટ્રાક્ટરો પણ મળવામાં મુશ્કેલી પડી રહી હતી.

કોરોનાના કારણે મ્યુનિ. ઉપર આર્થિક ભારણ પડ્યું હોવાથી આવક વધારવાની દિશામાં તંત્ર કામે લાગ્યું છે. અગાઉના પ્લાન મુજબ 10 માળમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાનું હતું જોકે હવે માત્ર બે માળમાં પાર્કિંગ અને અન્ય માળમાં દુકાનો અને ઓફિસો બનાવાશે. ચારેય પ્લોટ પ્રાઈમ લોકેશન પર હોવાથી મ્યુનિ. ને દુકાનો અને ઓફિસોમાંથી ખાસ્સી આવક થશે.

અહીં મલ્ટિલેવલ પાર્કિંગ બનશે

લોકેશનપ્લોટ એરિયા

જમીનની અંદાજિત કિંમત

સિંધુ ભવન રોડ9116 ચો.મી.227.9 કરોડ

પ્રહલાદનગર ગાર્ડન

6905 ચો.મી.103.57 કરોડ

સિલવર સ્ટાર-ચાંદલોડિયા

3965 ચો.મી.31.72 કરોડ

રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર

8710 ચો.મી.108.88 કરોડ
કુલ28,695 ચો.મી.472.06 કરોડ
અન્ય સમાચારો પણ છે...