તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં કોરોનાના કેસો ઘટ્યા કેમ?:AMCએ શરૂ કરેલા ટેસ્ટિંગ ડોમમાં 50 જેટલા લોકોના જ ટેસ્ટ થાય, મોટાભાગના ટેસ્ટિંગ ડોમ બપોરે 12 વાગ્યા પછી બંધ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
બપોર બાદ ડોમમાં ટેસ્ટિંગ બંધ - Divya Bhaskar
બપોર બાદ ડોમમાં ટેસ્ટિંગ બંધ
  • શહેરમાં પ્રત્યેક ડોમ પર રોજની 50 જેટલી જ ટેસ્ટ કીટ આરોગ્યની ટીમને ફાળવવામાં આવે છે.
  • બપોર બાદ ડોમ પર આવતા લોકોને 'કાલે સવારે આવજો' તેમ કહીને ઘરે મોકલી દેવામાં આવે છે.

રાજ્ય સહિત અમદાવાદમાં કોરોનાના કેસોમાં આંશિક રીતે ઘટાડો થતો જોવા મળ્યો છે. જે રીતે રોજના 1000થી વધુ કેસ અમદાવાદમાં વધતા હતા તેની જગ્યાએ હવે સંખ્યા ઘટી છે જેનું મુખ્ય કારણ ટેસ્ટિંગમાં ઘટાડો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે જે ડોમ ઉભા કરવામા આવ્યા છે તેમાં સવારે બે કલાકમાં જ ટેસ્ટિંગ પ્રક્રિયા પુરી થઈ જાય છે. કોર્પોરેશન દ્વારા દરેક ડોમમાં 25થી 50 જેટલી જ ટેસ્ટિંગ કીટ આપવામાં આવતા હવે લોકોએ ધક્કો ખાવો પડે છે. ઘણી જગ્યાએ તો 10 વાગ્યે ટીમ આવે છે અને 11 વાગ્યા સુધીમાં ટેસ્ટની કીટ પુરી થઈ જાય છે. તેઓને 12 વાગ્યા સુધી બેસવાનું હોય એટલે ડોમ પર બેસેલા પણ જોવા મળે છે.

અમદાવાદમાં ડોમ પર ટેસ્ટિંગ ઘટાડાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે. અલગ અલગ 200 જેટલા ટેસ્ટિંગ ડોમ છે જો કે છેલ્લા 10 દિવસથી ટેસ્ટિંગ ડોમમાં માત્ર 40થી 50 લોકોના જ ટેસ્ટ થઈ રહ્યાં છે. અંકુર ચાર રસ્તા, સાબરમતી, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ચેનપુર, ન્યુ રાણીપ, લાલદરવાજા ભદ્ર બજાર અને એલિસબ્રિજ પાસે ટેસ્ટિંગ ડોમ પર માત્ર 40 જેટલા જ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે. કોરોના ટેસ્ટ ડોમમાં સવારે 2 કલાક જ ટેસ્ટીંગ ચાલુ રખાય છે. બપોર બાદ ટેસ્ટિંગ બંધ અથવા નક્કી નથી હોતું કહી આવતીકાલે સવારે આવજો કહેવામાં આવે છે. ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટ કરતાં લોકો નામ ન આપવાની શરતે જણાવે છે કે, અમને ઉપરથી 50 જેટલી કીટ આપવામાં આવે છે અને હવે રોજ આટલી જ કીટ આપે છે જેથી ટેસ્ટ ઓછા થાય છે. લોકો પરત જતા રહે છે. હવે વહેલા તે પહેલાંના ધોરણે ટેસ્ટ થશે.

બપોર બાદ કીટ ખતમ થઈ જતા લોકોની પાછા મોકલી દેવામાં આવે છે
બપોર બાદ કીટ ખતમ થઈ જતા લોકોની પાછા મોકલી દેવામાં આવે છે

રાજ્યભરમાં કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો કરાયો
ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે, સરકાર દ્વારા ગુજરાતમાં કરતા ટેસ્ટિંગમાં 30 ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. 23 એપ્રિલે 1.89 લાખના ટેસ્ટિંગ સામે 2 મેએ 1.37 લાખના જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. આ રીતે સરકાર કેસમાં ઘટાડો કરી શું કરવા ઈચ્છે છે તે અંગે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, લોકોએ કોરોનાને લઈને સાવચેત રહેવાની જરૂર છે.

AMC દ્વારા રોજની માત્ર 50 રેપિડ કીટ જ અપાય છે.
AMC દ્વારા રોજની માત્ર 50 રેપિડ કીટ જ અપાય છે.

23 એપ્રિલથી ટેસ્ટિંગમાં ઘટાડો કરાયો
ગત એપ્રિલ મહિનાની 23 તારીખથી ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 23 એપ્રિલના રોજ ગુજરાતમાં 1.89 લાખ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેનો પોઝિટિવ રેટ 7.3 હતો. ત્યારબાદ ઉતરોતર ઘટાડો કરવામાં આવ્યો છે. ગત રોજ 2 મેના રોજ 1.37 લાખ લોકોનું જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેનો પોઝિટિવ રેટ 9.4 આવ્યો હતો. છેલ્લા 10 દિવસમાં જ 52 હજાર લોકોના ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાં કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો
રાજ્યભરમાં કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો

હાઈકોર્ટમાં પણ ટેસ્ટિંગમાં ઘટાડાનો મુદ્દો ઉઠ્યો
હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સીનિયર એડવોકેટ પરસી કવિના ટેસ્ટિંગની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક શહેરોમાં રિસોર્સની અછત સર્જાય છે જેમાં ઘણા પ્રોબ્લેમ છે જેમાં મુખ્ય 3 સમસ્યા છે જેમાં પહેલું છે ટેસ્ટનું રિપોર્ટિંગ જે લેટ થાય છે, બીજું છે જેમાં કેટલાક જિલ્લાના ગામોમાં ટેસ્ટિંગની વ્યવસ્થા નથી અને જ્યાં વ્યવસ્થા છે ત્યાં સાધનો ઘૂળ ખાય છે ત્યાં પૂરતો સ્ટાફ નથી. આ ગંભીર બાબત છે. તેમણે કહ્યું, અમારા એડવોકેટ એસો.એ જિલ્લાના બાર એસો.જોડે વાત કરીને પરિસ્થિતિઓ જાણી છે એને ધ્યાનમાં લઈને આજે રજૂઆત કરી એ છે. સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, તાપી નર્મદા,પંચમહાલ અને બનાસકાંઠામાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ અભાવ છે. ધન્વતંરી રથ પણ ક્યાંય લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ PHC સેન્ટર આગળ જ પાર્ક હોય છે. નાના શહેરો અને ગામડાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, સુવિધાઓ અને સારવાર નો અભાવ છે.

ટેસ્ટિંગમાં ઘટાડા સામે કેસ વધુ
​​​​​​​
ગુજરાત એપ્રિલ મહિનાથી જ સતત ટેસ્ટિંગ ઘટાડવાની શરૂઆત કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં 23મી એપ્રિલે જ્યારે 1 લાખ 89 હજાર 902 સેમ્પલના ટેસ્ટ કરાયા હતા ત્યારે 13804 કોરોના કેસ નોંધાયા હતા પરંતુ ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો કરવામાં આવ્યો અને મહિનાના અંતે 30 એપ્રિલે 169352 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, અને ઓછા ટેસ્ટ થયા હોવા છતાં સૌથી વધુ 14,605 કેસ નોંધાયા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો