તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે કલાસીસ ચાલુ રહેતા AMCની ટીમે સીલ મારી દીધુ

અમદાવાદ3 મહિનો પહેલા
ખોખરામાં ચાલતા કોન્સ્ટેબલની ભરતી માટે કલાસીસને સીલ મારી દેવાયું
  • ક્લાસિસમાં માસ્ક વિનાના 15 યુવક અને યુવતીઓ હાજર હતાં.
  • ચાંદલોડિયામાં પણ 15 વિદ્યાર્થીઓ બેસાડીને ચલાવાતા ટ્યુશન ક્લાસિસને સીલ મારી દેવાયું હતું

કોરોનાના કેસો વધતાં રાજય સરકારે કડક નિયંત્રણો લાદી દીધાં છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓમો દુકાન સિવાય તમામ સુવિધાઓ બંધ છે. જેની વચ્ચે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટેની તૈયારીઓ માટે ચાલતા કલાસીસ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કોરોનાની ગાઈડલાઈન અને જાહેરનામાનો ભંગ કરવા બદલ એકેડમીને સીલ મારી દેવામાં આવ્યું હતું. ગઈ કાલે ચાંદલોડિયામાં પણ ટ્યુશન ક્લાસિસને સીલ મારવામાં આવ્યું હતું.

લોકોએ મોઢે માસ્ક પણ નહોતા પહેર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના દક્ષિણ ઝોનને માહિતી મળી હતી કે ખોખરા વિસ્તારમાં આવેલી સેવા એકેડમી નામની પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ચાલતાં કલાસીસ ચાલે છે. જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ ત્યાં પહોંચી હતી.10થી વધુ યુવક યુવતીઓ કલાસીસમાં હાજર હતા. કેટલાક લોકોએ મોઢે માસ્ક પણ પહેર્યા ન હતાં. જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે એકેડમીને સીલ કરી દીધી હતી.

10થી વધુ યુવક યુવતીઓ કલાસીસમાં હાજર હતા
10થી વધુ યુવક યુવતીઓ કલાસીસમાં હાજર હતા

15 વિદ્યાર્થીઓને બેસાડીને ક્લાસીસ ચાલુ રખાયા
ગુરુવારે સવારે ચાંદલોડિયાના રણછોડનગરમાં તેજસભાઈ કડિયા નામના ટ્યુશન સંચાલક દ્વારા ખાનગીમાં 15 વિદ્યાર્થીઓને બેસાડીને ક્લાસીસ ચાલુ રાખવામાં આવ્યાં હતાં. જેની જાણ થતાં જ અમદાવાદ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સ્થળ પર જઈને તપાસ આદરી હતી. જેમાં એક બંધ દુકાનની અંદર 15 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં હતાં. જેમાં એક પણ વિદ્યાર્થીએ માસ્ક પણ પહેર્યું નહોતું. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ટ્યુશન ક્લાસીસના સંચાલક વિરૂદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરીને ટ્યુશન ક્લાસિસને સીલ કરી દીધાં હતાં.

ચાંદલોડિયામાં ટ્યુશન ક્લાસીસને સીલ માર્યું
ચાંદલોડિયાના રણછોડનગરમાં તેજસભાઈ કડિયા નામના ટ્યુશન સંચાલક દ્વારા ખાનગીમાં 15 વિદ્યાર્થીઓને બેસાડીને ક્લાસીસ ચાલુ રાખવામાં આવ્યાં હતાં. જેની જાણ થતાં જ અમદાવાદ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સ્થળ પર જઈને તપાસ આદરી હતી. જેમાં એક બંધ દુકાનની અંદર 15 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં હતાં. જેમાં એક પણ વિદ્યાર્થીએ માસ્ક પણ પહેર્યું નહોતું. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ટ્યુશન ક્લાસીસના સંચાલક વિરૂદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરીને ટ્યુશન ક્લાસિસને સીલ કરી દીધાં હતાં.

ચાંદલોડિયામાં ટ્યુશન ક્લાસીસને સીલ મારી દેવામાં આવ્યું હતું
ચાંદલોડિયામાં ટ્યુશન ક્લાસીસને સીલ મારી દેવામાં આવ્યું હતું

ખાનગી ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ ખાનગી ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 3016 ખાનગી ઓફિસો અને એસ્ટાબ્લિશમેન્ટમાં 50 ટકા સ્ટાફ અંગે ચેકિંગ કર્યું હતું, જેમાં પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણિ હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં સહિત 36 જેટલા એકમોમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા. આ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે જો આ રીતે કોઇપણ જગ્યાએ કોવિડના નિયમોનો ભંગ કરી કામ કરવામાં આવશે તો તેની સામે મ્યુનિ. તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવશે. જરૂર પડશે તો ફોજદારી રાહે પણ પગલા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...