કાર્યવાહી:AMCને થલતેજના પેલેડિયમ મોલ, બોડકદેવની ITC નર્મદા હોટલ સહિતની જગ્યાએ મચ્છરના બ્રિડિંગ મળ્યા, દંડ વસૂલાયો

અમદાવાદ5 મહિનો પહેલા
કોર્પોરેશનની મેલેરિયા ટીમે મચ્છરના બ્રિડિંગ તપાસ્યા
  • 176 કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી હતી. તેમજ રૂ. 5.96 લાખનો દંડ વસૂલાયો
  • કોર્પોરેશનની ટીમે મોલ, કોમ્પ્લેક્સ, કન્સ્ટ્રક્શન સાઈટ સહિતની 299 જગ્યાએ મચ્છરના લારવા શોધવા તપાસ કરી

થલતેજ પેલેડિયમ મોલ, બોડકદેવમાં ITC નર્મદા હોટલ, વટવા ગણેશ ફ્લોરાના વાડજ રાજવી રિવેરાના મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. ચોમાસાની શરૂઆત થઈ જતા કોર્પોરેશનની મેલેરિયા ટીમ દ્વારા શહેરના તમામ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ, મોલ, દુકાન, કોમ્પ્લેક્સ વગેરે જગ્યાએ મચ્છરના બ્રિડિંગની તપાસ કરવાની શરૂ કરી છે. ત્યારે જ્યાં બ્રિડિંગ મળ્યા તેમને નોટિસ આપવામાં આવી છે અને દંડ વસૂલાયો છે.

176 કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી
ઉનાળા બાદ ચોમાસાની શરૂઆત થતાં મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ચોમાસાની શરૂઆત થઈ જતા કોર્પોરેશનની મેલેરિયા ટીમ દ્વારા શહેરના તમામ વિસ્તારમાં મચ્છરના બ્રિડિંગની તપાસ કરવાની શરૂ કરી છે. કોર્પોરેશનની મેલેરિયા ટીમ દ્વારા આજે શહેરના તમામ ઝોનમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરના બ્રિડિંગની તપાસ કરી હતી. જેમાં 299 જેટલી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. 176 કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી હતી. તેમજ રૂ. 5.96 લાખનો દંડ વસૂલાયો છે.

કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરવામાં આવી
કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરવામાં આવી

વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટો પર તપાસ
મ્યુનિસિપલ કોર્પોરેશનની મેલેરિયા વિભાગની ટીમ દ્વારા આજે કન્સ્ટ્રક્શન સાઇટો પર તપાસ કરવામાં આવી હતી. જેમાં નવરંગપુરા તક્ષશિલા બાંધકામ, કલાઉડ 9, એકતા ફેસ્ટિવલ, જોધપુર શ્રીરામ બિલ્ડર્સ, સાબરમતી ગ્રાન્ડ એમ્પારીઓ, ચાંદખેડા સરલ સ્કાય સ્યુટ વગેરે સ્થળ પર મચ્છરના બ્રિડિંગ મળતા કોર્પોરેશનની ટીમે નોટિસ આપી અને દંડ વસુલ કર્યો છે.

મચ્છરના બ્રિડિંગ મળ્યા ત્યાં નોટિસ આપી દંડ વસૂલાયો
મચ્છરના બ્રિડિંગ મળ્યા ત્યાં નોટિસ આપી દંડ વસૂલાયો
અન્ય સમાચારો પણ છે...