શિક્ષણનો અધિકાર:અમદાવાદમાં ઓનલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ફોન નહીં હોવાથી AMCના શિક્ષકોએ બગીચામાં ભણાવવાનું શરૂ કર્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારણપુરાના વિદ્યાર્થીઓને બગીચામાં ભણાવવાની શરૂઆત કરાઈ
  • શહેરમાં બાપુનગર, નારણપુરા વિસ્તારમાં હાલ શેરી શિક્ષણની કામગીરી ચાલુ છે.

કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલ ફોન, લેપટોપ અને રિચાર્જ કરાવવાના પૈસા નથી જેથી આવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે AMCની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ શેરી શિક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે હવે બગીચામાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મોટા ભાગે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
કોર્પોરેશન સ્કૂલમાં મોટા ભાગે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન ભણવા મટે મોબાઈલ ફોન લેપટોપ કે અન્ય ઉપકરણો હોતા નથી અને મોબાઈલ ફોન હોય તો તેમાં ઈન્ટરનેટ માટે રિચાર્જ પણ હોતું નથી. જેથી આવા વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો ભણાવતા હતા જે બાદ હવે વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ આપી શકાય તે માટે બાગ બગીચામાં ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

6થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે
6થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે

6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે
નારણપુરા પાસે આવેલ પારસ નગર બસ સ્ટેશન પાછળ આવેલ કોર્પોરેશનના બગીચામાં શિક્ષકો દ્વારા નારણપુરા હિન્દી સ્કૂલના 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓને સ્કૂલ પ્રમાણે જ બગીચામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને બેસાડીને ભણાવવામાં આવે છે. એક વર્ગના 12 થી 15 વિદ્યાર્થીઓને જ એક સમયે બોલાવવામાં આવે છે.

6 શિક્ષકો આ શૈક્ષણિક કાર્યમાં જોડાયેલા છે
નારણપુરા હિન્દી સ્કૂલના શિક્ષક ઋચિકાબેને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ અમે વિદ્યાર્થીઓના ઘરે જઈને ભણાવતા હતા પરંતુ તેમાં રૂમ નાનો હોય અને ઘરમાં બધાની હાજરી હોય તેથી ભણવવામાં તકલીફ પડતી હતી. જેથી અમે વિદ્યાર્થીઓને નજીકના બગીચામાં ભણાવવા માટે પરવાનગી માંગી હતી જે મળતા 28 જૂનથી અમે 6 થી 8 ના વિદ્યાર્થીઓને બગીચામાં ભણાવીએ છીએ.અમારા 6 શિક્ષકો આ કાર્યમાં જોડાયેલા છે. બગીચામાં ભણાવતા પણ તમામ ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવે છે.

એક સમયે 15 જેટલા વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવે છે
એક સમયે 15 જેટલા વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવે છે

તમામ શિક્ષકો 20થી 22 બાળકોને રોજ ભણાવી રહ્યા છે
શહેરના બાપુનગર, નારણપુરા વિસ્તારમાં હાલ આ કામગીરી ચાલુ છે. અન્ય જગ્યાએ જરૂર હોય ત્યાં હવે શિક્ષકોને મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે.બાપુનગર હિન્દી સીઆરસી સ્કૂલના આચાર્ય એ જણાવ્યું હતું કે જે વાલીઓ પાસે વિદ્યાર્થીઓ માટે મોબાઈલ, ટેબ્લેટ જેવી સુવિધા ના હોય તેમને ઘરે જઈને સ્કૂલના શિક્ષકો ભણાવી રહ્યા છે.દરેક શિક્ષક વર્ગ પ્રમાણે ઘરે જઈને ભણાવે છે.સ્કૂલમાં તમામ શિક્ષકો 20-22 બાળકોને રોજ ભણવી રહ્યા છે.આસપાસના બાળકોને પણ અહીંયા જ બોલાવવામાં આવે છે.

શહેરમાં છેલ્લા એક મહિનાથી શેરી શિક્ષણનું કાર્ય પણ ચાલુ છે
શહેરમાં છેલ્લા એક મહિનાથી શેરી શિક્ષણનું કાર્ય પણ ચાલુ છે

છેલ્લા એક મહિનાથી શિક્ષકો ઘરે જઈને શિક્ષણ આપે છે
રાકેશ ગોસ્વામી નામના શિક્ષકે જણાવ્યું હતું કે અમે રોજ 15 બાળકોને ફોન કરીએ છે.બાળકના વાલી કામ પર જાય ત્યારે બાળક એકલો હોવાનો જાણવા મળે છે જેથી બાળક ભણી શકતો નથી જેથી બાળકને ઘરે જઈને ભણાવવામાં આવી રહ્યા છે.અલગ અલગ વિસ્તારમાં જઈએ તે અગાઉ વાલીઓને જાણ કરી છે.રોજ અલગ અલગ વિસ્તારમાં બાળકોને ભણવીએ છે. મધુબેન નામના વાલીએ જણાવ્યું હતું કે હાલ ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે પરંતુ અમારા પાસે મોબાઈલ, ટેબ્લેટ જેવી કોઈ વ્યવસ્થા નથી માટે અમે શિક્ષકોને જાણ કરી હતી જે બાદ હવે શિક્ષકો અમારા ઘરે આવીને બાળકોને ભણાવે છે.છેલ્લા 1 મહિનાથી આ રીતે શિક્ષકો અમારા ઘરે આવીને બાળકોને ભ્ણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...