કોરોના ગાઇડલાઇનનો ભંગ:HL કોલેજ પાસેના ચાયસુટ્ટા કેફેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળાવાતા AMCએ સીલ માર્યું તો IIM રોડ પરના ડેનિસ કોફીબારમાં કાર્યવાહી કરી

અમદાવાદએક વર્ષ પહેલા
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ન થતા AMCએ કાર્યવાહી કરી - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ન થતા AMCએ કાર્યવાહી કરી

શહેરમાં કોરોના સંક્રમણ એકતરફ વધી રહ્યું છે, જેને લઈ ગુજરાત હાઈકોર્ટે પણ મોડી સાંજ બાદ અમદાવાદમાં એસજી હાઇવે અને અન્ય જગ્યા પર યુવાનોના ટોળે ટોળા બેસતા હોવાની નોંધ લઈ રાજ્ય સરકારને કોરોનાને રોકવા કડક પગલાં લેવાના આદેશ કર્યા બાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ એસજી હાઇવે અને પશ્ચિમ વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા કાર્યવાહી
આજે મોડી સાંજે નવરંગપુરા, વસ્ત્રાપુર સહિત વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એચ.એલ.કોલેજ પાસે ચાય સુટ્ટા બાર પર સોશિયલ ડિસ્ટનસ ન જળવાતા સીલ મારી દેવામાં આવ્યું હતું જ્યારે IIM રોડ પર ડેનિસ કોફીબાર પર પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું જેને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. બે દિવસ પહેલા એસજી હાઇવે પર આવેલા શંભુસ કોફી બાર, કિચન એન્જિનિયર અને ડોન કા અડ્ડા નામની રેસ્ટોરન્ટ તથા કાફેને સોશિયલ ડિસ્ટન્સિંગને લઈ સીલ મારી દીધા હતા. ચેકિંગમાં આ કાફેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું અને કેટલાક માસ્ક વગર પણ જણાયા હતા.

અન્ય સમાચારો પણ છે...