કોર્પોરેશન આર્થિક ભીંસમાં:સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કહ્યું- AMCની આર્થિક સ્થિતિ નબળી છતાં રોડ, ગટર અને પાણીના બધા કામો થયા, એકપણ કામ અટક્યા નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન - Divya Bhaskar
હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
  • હાઇકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનામાં બજેટ ખોરવાયુ હોવાનો જવાબ રજૂ કરાયો હતો
  • રસ્તાના કામો ચાલી રહ્યા છે બીજી તરફ હાઇકોર્ટમાં બજેટનો જવાબ અપાતાં ભાજપના શાસકો નારાજ
  • હાઇકોર્ટમાં રોડ રસ્તાના જવાબ મામલે કમિશનર અને ભાજપના સભ્યો વચ્ચે તડાફડીની શક્યતા હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ રસ્તા મુદ્દે ભાજપના શાસકો કમિશનર પાસે નબળા સાબિત થયા હતા અને કોઈ પણ જવાબ તેઓ માંગી શક્યા ન હતા. અધિકારીઓ પાસે તેઓ જવાબ ન કરવાની ક્ષમતા ન ધરાવતા હોય તેઓને જવાબ તો મળ્યો ન હતો અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પણ સ્વીકારી લીધું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આર્થિક ભીંસમાં છે અને રૂપિયા 200 કરોડથી વધુનાં કામો આર્થિક સંકટના કારણે અટવાઈ પડ્યા છે. આમ હવે બજેટના કારણે રોડના કામો અટવાયા હોવા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સામે રોષ ઠાલવનારા ભાજપના શાસકો પાણીમાં બેસી ગયા હતા અને પોતે પણ કમિશનરની જેમ જ આર્થિક ભીંસમાં હોવાનું છેવટે સ્વીકારી લીધું હતું.

રૂ. 1000 કરોડના કામો થયા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે આજે સ્ટેન્ડિંગ કમિટી બાદ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં વિકાસના કાર્યો થયા છે તેની રોજેરોજ માહિતી અમે વેબસાઇટ પર અને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છીએ. રૂ. 1000 કરોડના કામો થયા છે. રોડના તમામ કામો પણ થયા છે જેમાં પાંચ હજાર મેટ્રિક ટન જેટલી રોડની કામગીરી થાય છે, એક પણ કામ રોકાયા નથી. મંજૂર થયેલા તમામ રોડોના કામ અટક્યા નથી પરંતુ અત્યારે કોર્પોરેશન આર્થિક ભીંસમાં છે અને રૂ.200 કરોડના કોન્ટ્રાક્ટરોના બિલો અટવાયેલા છે. જોકે તેઓએ આ મામલે બચાવ કરતાં કહ્યું હતું કે, ક્યાંકને ક્યાંક કામોમાં કામગીરી નબળી પડતી હોય છે પણ તે કામો અવિરતપણે ચાલુને ચાલુ જ રહ્યું છે

ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના રોડ રસ્તા મામલે કોરોનાને કારણે બજેટ ખોરવાયું અને કામો અટવાયા હોવાની કોર્પોરેશન દ્વારા રજુઆત કરાઈ હતી. એક બાજુ રોજ રોડ રીસરફેસ અને નવા બનાવવા માટેના કામ ચાલુ છે. બીજી તરફ બજેટ ખોરવાયું હોવાનો હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવે છે.

દરેક ઝોનમાં રોડ-રસ્તાના રિસરફેસની કામગીરી ચાલી રહી છે
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં રોડ-રસ્તાના રિસરફેસની કામગીરી ચાલી રહી છે. તે અંગે ખુદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર ફોટા ટ્વિટ કરી અને માહિતી સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. જોકે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોડ રસ્તા મામલે ફરી એક વાર ફટકાર લગાવતા કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કારણે બજેટ ખોરવાયું છે. બજેટને ધ્યાનમાં રાખી રોડ રસ્તાની કામગીરી કરાતી હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે. કોર્પોરેશન પાસે બજેટ ન હોવાના નિવેદનને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોમાં રોષ ફેલાયો છે.

નવા રોડ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે
નવા રોડ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે

કોર્પોરેટરો જાતે ઊભા રહી અને રસ્તાની કામગીરી કરાવી રહ્યા છે
એક તરફ દરેક ઝોનમાં કોર્પોરેટરો જાતે ઊભા રહી અને રસ્તાની કામગીરી કરાવી રહ્યા છે. કોર્પોરેશનમાં સૌથી પહેલા પ્રાયોરિટીમાં રોડના કામો અત્યારે લેવામાં આવી રહ્યા છે અને બીજી તરફ કોર્પોરેશનના જ વડા હાઇકોર્ટમાં આ રીતે કોરોનામાં બજેટના નામે કામગીરીની ઢીલાશ હોવાની રજૂઆત કરતા ભાજપ પક્ષ અને કોર્પોરેટરોની છબી ખરાબ ઉભી થાય છે લઈ આજે સ્ટેન્ડિંગ કમિટિ સભ્યો કમિશનરનો ઉઘડો લે તેવી પૂરી શક્યતા જણાય છે. જોકે આ તમામની વચ્ચે એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપના શાસકો મ્યુનિસિપલ કમિશનર કે ઉચ્ચ અધિકારીઓ આવી બાબતોની કોઈ ચર્ચા કરતા નથી.

ભાજપના શાસકો પ્રજાના કામોની ચર્ચાઓ જ કરતાં નથી
તેમની પાસે રોડ-રસ્તાના કામ હોય કે અન્ય કામ હોય તેનોન હિસાબ કે ક્યાં કેટલું કામ અને શું છે તેની વિગતો પણ માગી શકતા નથી.જેથી ભાજપના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને તેમની ટીમ ખૂબ જ નબળી સાબિત થઈ છે. ભાજપમાં સહકોષાધ્યક્ષ અને કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ કોર્પોરેશનમાં ખૂબ જ નબળા સાબિત થયા છે. એક તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ધર્મેન્દ્ર શાહ માત્ર ક્યાં કોન્ટ્રાક્ટરોને કામો અને આપવા તેની જ ચર્ચા અલગ-અલગ કમિટીના ચેરમેન સાથે કરે છે. પરંતુ પ્રજાકીય કામ કે જે ખરેખર કરવાનું હોય છે તે અંગે તેઓ કોઈ ચર્ચા કરતા નથી.

અમદાવાદમાં હાલ રોડ રીસરફેસ કરવાનું કામ ચાલી રહ્યું છે
અમદાવાદમાં હાલ રોડ રીસરફેસ કરવાનું કામ ચાલી રહ્યું છે

વહીવટી પાંખ વચ્ચે દરેક કામને લઈને સંકલન હોવું જરૂરી છે
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે દરેક કામને લઈને સંકલન હોવું જરૂરી છે તેવું સંકલન આજે પણ નવી ચૂંટાયેલી પાંખ આવ્યાને દસ મહિના થઇ ગયા છતાં પણ સંકલન જોવા નથી મળી રહ્યું. માત્ર નાના કામો હોય છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટમાં જે રીતે અત્યારે રોડ રસ્તા, બીયુ પરમિશન અને ફાયર NOCનો મુદ્દો ચાલી રહ્યો છે તેને લઈને પણ ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે કોઈ વાતચીત કે માહિતીની આપ લે થતી ન હોવાના કારણે કોર્પોરેશન અને કામગીરી ના ધજાગરા ઊડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...