કાર્યવાહી:સ્વચ્છતા અભિયાન પહેલા AMCનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ જાગ્યું, રોડ પર ગંદકી અને કચરો ફેંકનારા સામે કાર્યવાહી શરૂ કરી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • પૂર્વ ઝોનમાં કુલ 1295 એકમો ચેક કરી 259 નોટિસ આપીરૂ. 1.42 લાખ વહીવટી ચાર્જ વસૂલ્યો

શહેરમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ આગામી દિવસોમાં યોજાનાર છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સક્રિય બન્યું છે. શહેરના પૂર્વ ઝોનના વિવિધ વોર્ડના જાહેર રોડ રસ્તા, મુખ્ય માર્ગો પર કચરો ફેંકી ગંદકી કરતા, ન્યૂસન્સકર્તા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

આજે સોમવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પૂર્વ ઝોનમાં કુલ 1295 એકમો ચેક કરી 259 નોટિસ આપી કુલ રૂ. 1.42 લાખ વહીવટી ચાર્જ વસુલ કરવામાં કર્યો છે. ઓઢવ રિંગ રોડ પર બ્રીજ નીચે કેશરીયા પેઠવેલ કાપડનું કતરણ ફેંકનાર વ્યક્તિ પાસેથી રૂ. 10000 અને નિકોલ ચાર રસ્તા ફોર્ચ્યુન સર્કલ પર બાંધકામ ડેબ્રીજ નાખનાર ફોર્ચ્યુન પ્લાઝા પાસેથી રૂ. 10000 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. જેનાથી આ પ્રવૃતિ કરનારાઓમાં અંકુશ લાવી શકાય તેમજ આવનારા દિવસોમાં આવા એકમો સામે સધન ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...