તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાજપત્ર રજૂ:AMCએ બજેટનું કદ રૂ.2111 કરોડ ઘટાડ્યું પણ પેટનાં, શેઠનાં અને ઠેઠનાં કામો સાચવ્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મ્યુનિ. કમિશનરે બુધવારે અમદાવાદનું વર્ષ 2021-22નું 7574 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું. કોરોનાને કારણે ગત વર્ષની સરખામણીએ મ્યુનિ. બજેટમાં 2111 કરોડનો ઘટાડો કરાયો છે. રકમ ભલે ઘટી, પરંતુ મ્યુનિ.એ પેટનાં, શેઠનાં અને ઠેઠનાં તમામ કામો બજેટમાં સાચવી લીધા છે.

 • પેટ (સ્વસુખાકારી)નાં કામો: વીએસ, શારદાબેન, એલજી હોસ્પિટલનું નવીનીકરણ, નવા 11 અર્બન હેલ્થ સેન્ટર, એસવીપીમાં નવો વોર્ડ શરૂ કરાશે.
 • શેઠ (કેન્દ્ર) નાં કામો: સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ, રિવરફ્રન્ટ ફેઝ-2, વર્લ્ડ હેરિટેજ સિટી.
 • ઠેઠ (લાંબાગાળા)નાં કામો: 15 સ્મશાનગૃહનું નવીનીકરણ, 45 કિ.મી.ના નવા રસ્તા બનશે, 10 તળાવોનું ડેવલપમેન્ટ, બગીચાઓનું નવીનીકરણ કરાશે.

ગયા વર્ષે મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ 8907 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું, જેમાં 777 કરોડનો વહીવટીપાંખે સુધારો સૂચવતાં આ બજેટ રૂ. 9685 કરોડનું થયું હતું. તે સમયે વિકાસના કામો માટે રૂ. 5447.91 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. તેની સામે અત્યારે રજૂ થયેલા બજેટમાં વિકાસના કામો માટે રૂ. 3562.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે ગયા વર્ષ કરતાં 1885.41 કરોડ ઓછા છે. જો કે, આ વર્ષે મ્યુનિ.એ કોઈ નવા કરવેરા ઝિક્યાં નથી. અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે 100ની જોગવાઈ કરી છે. જ્યારે 293 કરોડના ખર્ચે જુદા જુદા વોર્ડમાં 16 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવાશે. આ બજેટમાં મ્યુનિ. દ્વારા મોટાભાગની જૂની યોજનાઓને જ નવા પ્લાન તરીકે દર્શાવવામાં આવી છે. શહેરમાં 20 હજાર ઈડબ્લ્યુએસ આવાસ બનાવાશે. જ્યારે 150થી નવી મીડી બસ તેમજ 150 એસી ઈલેક્ટ્રિક બસ ખરીદાશે. આરોગ્યની સુવિધાઓ પાછળ વિશેષ ખર્ચ પણ દર્શાવવામાં આવ્યો છે.

345 કરોડના ખર્ચે વીએસ, LG અને શારદાબહેન હોસ્પિટલનું નવીનીકરણ
મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં વીએસ, શારદાબેન અને એલજી હોસ્પિટલના નવીનીકરણ સાથે 11 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન છે, જેની પાછળ 345 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ એલજી હોસ્પિટલ તેમજ શારદાબેન હોસ્પિટલ પાછળ ખર્ચ અંદાજાયો હતો. જ્યારે વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે 2019-20ના બજેટમાં ખર્ચ અંદાજાયો આવ્યો હતો. જ્યારે એસવીપીમાં સિનિયર સિટીઝન માટે જીરિયાટ્રિક વિભાગ શરૂ કરાશે. આ સાથે 8 સામૂહિક કેન્દ્ર, 5 અર્બન હેલ્થ સેન્ટર પણ બનાવાશે. વીએસ સંકુલમાં યુજી બોય્ઝ હોસ્ટેલ બનાવાશે.

11 સ્થળે અર્બન હેલ્થ સેન્ટર
શહેરમાં રાયખડ, સરખેજ, બોપલ, કુબેરનગર, ગોતા (ઓગણજ), વેજલપુર, મોટેરા, વટવા, વસ્ત્રાલ નરોડા, અમરાઇવાડીમાં નવા અર્બન હેલ્થ સેન્ટર બનશે. જ્યારે નરોડા, સૈજપુર, બહેરામપુરા (ચેપી રોગ હોસ્પિટલ અને ફેજલનગર) ખાતે સીએચસી સેન્ટર બનશે.

VSના ટ્ર્સ્ટીઓને જાણ વિના જ 120 કરોડની જોગવાઈ
વીએસ હોસ્પિટલનું બજેટ રજૂ કરતાં પહેલા ટ્રસ્ટ પાસેથી ખર્ચ સહિતની વિગતો મંગાવાતી હોય છે. ટ્રસ્ટ દ્વારા પાસ થતું બજેટ સીધું સ્ટેન્ડિંગમાં અને ત્યાંથી સુધારા અને મંજૂરી બોર્ડ સમક્ષ મુકાયું હતું. પરંતુ આ વખતે કમિશનરે પોતાની રીતે 120 કરોડની જોગવાઈ કરી છે.

વર્લ્ડ બેંક પાસેથી મળનારા રૂ. ત્રણ હજાર કરોડ ડ્રેનેજ પાછળ ખર્ચાશે
વર્લ્ડ બેંક મ્યુનિ.ને ડ્રેનેજ પ્રોજેક્ટ માટે 3 હજાર કરોડની લોન આપશે. જે લોન અંતર્ગત શહેરમાં આગામી દિવસોમાં વિકાસકામો કરાશે. પૂર્વ અને દક્ષિણ ઝોનમાં પ્રદિપસિંહ જાડેજાના વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તેનું પણ આયોજન છે. નિકોલમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક નંખાશે. રામોલ - હાથીજણ તથા ન્યૂ મણિનગરમાં પણ સ્ટ્રોમવોટર ડ્રેનેજ નેટવર્ક નાંખવામાં આવશે સાથે પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે.

આ કામગીરી થશે

 • હાલના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૈકી 5ની ટેકનોલોજી સુધારવા પાછળ, 589 કરોડ
 • નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા, 651 કરોડ
 • રીયુઝ પોલીસી હેઠળ ટર્શીયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે,290 કરોડ
 • સુએઝની મેઈન લાઈનના તથા માઇક્રોટનલિંગ પાછળ, 500 કરોડ
 • સ્ટ્રોમ વોટર ડ્રેનેજના સુધારા, પાછળ, રૂ.514 કરોડ
 • ખારીકટ કેનાલ તથા તળાવોના વિકાસ પાછળ, રૂ. 456 કરોડ

પલ્લવ અને સતાધાર પાસે બ્રિજ બનશે
મ્યુનિ. દ્વારા શહેરમાં આગામી 2021-22ના બજેટમાં નવા 14 બ્રિજની જોગવાઇ કરાઇ છે. હાલ શહેરમાં 15 બ્રિજ પ્રગતિમાં છે. ત્યારે શહેરમાં હવે કુલ 102 જેટલા બ્રિજ અસ્તિત્વમાં આવશે. આ ઉપરાંત અમદાવાદ-બોટાદ રેલવે લાઇનમાં 22 જગ્યાએ અંડરપાસ, પેડેસ્ટ્રિયન સબવે અને ક્રોસિંગ પહોળા કરાશે. નરોડા પાટિયા ખાતે બ્રિજ બનાવવાનું કામ સતત ચોથા બજેટમાં સમાવાયું છે. જ્યારે ત્રણ બજેટમાં કોઇ કામ થયું ન હતું.

 • બ્રિજ આપવાનું આયોજન
 • પલ્લવ-પ્રગતિનગર જંક્શન
 • સતાધાર ચારરસ્તા ફ્લાય ઓ‌વરબ્રિજ
 • ઘોડાસર સ્પ્લિટ ફ્લાય ઓ‌વરબ્રિજ(હયાત બ્રીજ સાથે મર્જ)
 • નરોડા પાટિયા ફ્લાય ઓવરબ્રિજ

45 કિમીના નવા રોડ બનાવવાનું આયોજન
મ્યુનિ.ની હદમાં 2020-21 સુધી જ્યાં 2580 કિ.મી.ના કુલ રસ્તા હતાં તેમાં આગામી વર્ષે વધારો થઇને તે 2665 કિ.મી.ના થશે. મ્યુનિ.ની હદમાં ભેળવેલા વિસ્તારોના 40 કિ.મી.ના રસ્તાઓ તેમજ મ્યુનિ. દ્વારા ટી.પી. અંતર્ગત નવા ખોલવામાં આવનાર 45 કિ.મીના નવા રસ્તાઓનો સમાવેશ થશે. ચાલુ વર્ષે શહેરમાં 250 કિ.મી.ના રસ્તાઓ ડેવલોપિંગ કે રિસરફેસિંગ કરવામાં આવશે. જેમાં 3 કિ.મી.ના આરસીસી બેઝ રોડનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત નેનો ટેકનોલોજી દ્વારા માઇક્રોસરફેસ કરીને પણ રસ્તા રિપેર થશે. નવા સમાવાયેલા વિસ્તારમાં 45 કરોડના ખર્ચે રોડ બનાવવાનું આયોજન છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં રોડનું રિસરફેસિંગ કરવામાં આવશે. મેટ્રોના કામના કારણે ઉબડખાબડ થયેલા રસ્તાઓનું તાકીદે પૂર્ણ કરાશે.

17 સ્મશાન ગૃહનું નવીનીકરણ કરાશે
બજેટમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા 17 સ્મશાનગૃહોના આધુનિકરણ માટે 11.20 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં સરખેજ, સૈજપુર સ્મશાનનો સમાવેશ થાય છે. હાલ ગોતા, ઈસનપુર અને વાડજના સ્મશાનગૃહના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ જુદા જુદા વોર્ડમાં લાઈબ્રેરી બનાવવા પાછળ 15.10 કરોડની રકમ ફાળવવામાં આવી છે. પશ્ચિમ ઝોનના ચાંદખેડા, વાસણા વોર્ડના શાહવાડી અને વેજલપુરમાં નવી લાઈબ્રેરી બનાવવામાં આવશે. હાલ લાંભા અને ઓઢવમાં લાઈબ્રેરીનું કામ ચાલી રહ્યું છે. તેમજ મ્યુનિ. લાઈબ્રેરીને વાતાનુકૂલિત કરવા માટે 20 લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. મ્યુનિ.ની વિવિધ લાઈબ્રેરીઓમાં રોજના 2 હજારથી વધુ વાચકો આવે છે.

નવા વિસ્તાર માટે 110 કરોડ ફાળવાયા
કોર્પોરેશનમાં નવા સમાવાયેલા બોપલ-ઘુમા, કઠવાડા, ચિલોડામાં પાણી, ગટર અને રોડના કામો માટે બજેટમાં 110 કરોડ ફાળવાયા છે. જ્યારે 45 કરોડના ખર્ચે 20 કિ.મી. રોડ અને 20 કરોડના ખર્ચે એસટીપી-એસપીએસ પ્લાન્ટ બનાવાશે. બોપલ-ઘુમામાં ઈકોલોજિકલ પાર્ક બનશે. કોતરપુર વોટર વર્કસ ખાતે 300 એમએલડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે અને કોતરપુર વોટર વર્કસથી નાના ચિલોડા સર્કલ થઈ વસ્ત્રાલ સુધી સરદાર પટેલ રિંગરોડ સમાંતર પાણીની ટ્રન્ક લાઈન નખાશે. તમામ નવા સમાવિષ્ટ વિસ્તાર માટે બોરનો ઉપયોગ ઓછો થાય તે હેતુથી સરફેસ વોટર આપવા માટે જરૂરી પાઈપલાઈન પણ નખાશે. હાલ 130 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલથી શાંતિપુરા સર્કલ સુધી સરદાર પટેલ રિંગરોડ ટ્રન્ક લાઈનનું કામ પૂર્ણ થયું છે.

રિવરફ્રન્ટ ફેઝ-2 માટે 85 કરોડ ખર્ચાશે
રિવરફ્રન્ટના પૂર્વ કિનારે ડફનાળાથી ઈન્દિરાબ્રિજ આશરે 5.8 કિ.મી.અને પશ્વિમ કિનારે ટોરેન્ટ પાવરથી ઈન્દિરાબ્રીજ આશરે 5.2 કિ.મી.રૂટના વિકાસ માટે બજેટમાં 85 કરોડની જાહેરાત કરી છે. રમત ગમત ક્ષેત્રે રમતવીરોને પ્રોત્સાહન આપવા પશ્વિમ ઝોનમાં નારણપુરા ખાતે આંતરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ તૈયાર થશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને તૈયાર થવામાં આશરે 498 કરોડનો ખર્ચ થશે. 10 કરોડના ખર્ચે શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થશે. વિઝિટરોને આકર્ષવા ગાંધી આશ્રમના નવીનીકરણ માટે બજેટમાં 10 કરોડ ફાળવાયા છે. તેમજ બોપલ-ઘુમા, કઠવાડા, ચિલોડા સહિતના નવા સમાવિષ્ટ વિસ્તારો અને 5 અર્બન ફોરેસ્ટ માટે બજેટમાં 10 કરોડ રૂપિયા ફાળવાયા છે.

બજેટમાં મને શું મળ્યું
શહેરમાં ગાર્ડન, જિમ્નેશિયમ, સ્વિમિંગપૂલ, લાઈબ્રેરી સહિતની અનેક સુવિધાઓ માટેના મ્યુનિ. બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે, જેથી શહેરમાં નાગરિકોની સુવિધામાં વધારો થશે

બાળકોને શું?
ઉ.પશ્ચિમ ઝોનમાં સ્કૂલ બનાવાશે. રામોલ- હાથીજણ અને વિનોબાભાવે નગર પાસે તથા વસ્ત્રાલ વોર્ડમાં મોડર્ન સ્કૂલ

વૃદ્ધોને શું મળશે

 • રૂ. 30.15 કરોડનો ખર્ચ કરી શહેરમાં નવા 14 બગીચા બનાવાશે તથા હયાત 15 બગીચાઓ બનાવવામાં આવશે.
 • સિનિયર સિટીઝન માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે જીરિયાટ્રિક વિભાગ શરૂ કરાશે.
 • વડીલ સુખાકારી યોજના, ઘેરબેઠા સારવાર માટે ધન્વંતરિ રથ

યુવાનોને શું મળશે?
નવરંગપુરામાં પોલિટેક્નિકની સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અપગ્રેડેશન, 8 જગ્યાએ ટેનિસ કોર્ટ ઊભા કરાશે.ચાંદખેડામાં અને શાહવાડીમાં તથા વેજલપુર વિસ્તારમાં લાઈબ્રેરી બનશે. ચાંદખેડા, વસ્ત્રાલ, વેજલપુર અને જોધપુર વોર્ડમાં જિમ્નેશિયમ બનશે.

20489 હાઉસિંગ પ્રોજેક્ટ
મ્યુનિ. દ્વારા આગામી વર્ષે 20489 જેટલા હાઉસિંગ પ્રોજેક્ટ મુકાશે. જેમાં ઇડબ્લ્યુએસ-1 હેઠળ 4772 અને ઇડબ્લ્યુએસ-2 હેઠળ 15717 મકાનો મૂકવામાં આવ્યા છે.

8 તળાવોનો વિકાસ કરાશે
24 કરોડના ખર્ચે 8 તળાવોનો વિકાસ કરાશે. ગોતા, ઉગતી, સોલા, અસારવા, ગોટીલા, નિકોલ તળાવનો સમાવેશ થાય છે તે ઉપરાંત સરકારે તાજેતરમાં સોંપેલા ચેનપુર તળાવ, મુઠિયા ગામ, વિંઝોલ અને નરોડા તળાવ સમાવાયા છે.તે ઉપરાંત મકરબા ક્રોસિંગથી ટોરેન્ટ ક્રોસિંગ સુધી 5.20 કરોડના ખર્ચે સિંથેટીક ગાર્ડન બનાવાશે. હાથીજણ પાસે બાયો ડાયવર્સિટી પાર્ક બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો