AMCનો ડર નહીં:નારોલ સર્કલના બિઝનેસ પોઈન્ટના કોમ્પલેક્સની દુકાનો AMCએ સીલ કરી, કંઈ થયું જ ન હોય તેમ દુકાનદારોએ સિલિંગ તોડી ફરી દુકાનો ખોલી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCએ મારેલા સીલ તોડી નાખતા 188 મુજબ પોલીસ ફરિયાદ કરાઈ: એસ્ટેટ અધિકારી
  • બિઝનેસ પોઈન્ટમાં 188 મુજબની કોઈ ફરિયાદ મ્યુનિસિપલ અધિકારીએ નોંધાવી નથી: દાણીલીમડા પીઆઇ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 31 મેના રોજ બહેરામપુરા વોર્ડમાં નારોલ સર્કલ પાસે બિઝનેસ પોઇન્ટ નામનું બિલ્ડિંગ સીલ કર્યું હતું. પરંતુ તે જ દિવસે બિલ્ડિંગની કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું હતું કે, BU પરમિશન વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC પર નહીં, BU પરમિશન પર પણ ભાર મૂકો.

ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની વાતને નકારી દેતી પોલીસ
દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મનીષ માસ્ટરે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આસ્ટોડિયા જ્યુસ કોર્નર, આસ્ટોડિયા ભજીયા હાઉસ, ફોન વાલે સહિતની આખા કોમ્પ્લેક્સની દુકાનો દ્વારા આજે સીલ તોડી ખુલ્લી જોવા મળી હતી. જેમની સામે કલમ 188 મુજબ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જો કે દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI એમ.એમ લાલીવાલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારી દ્વારા બિઝનેસ પોઇન્ટ કોમ્પ્લેક્સમાં 188ની જાહેરનામા ભંગની કોઈ ફરિયાદ નોંધાઇ નથી.

AMC દ્વારા આખા કોમ્પલેક્સની દુકાનોને સીલ કરાઈ હતી
AMC દ્વારા આખા કોમ્પલેક્સની દુકાનોને સીલ કરાઈ હતી

સીલ ખૂલવા લાગશે તો કોર્પોરેશનની કામગીરી માત્ર નામની રહેશે
એકતરફ મ્યુનિસિપલ કોર્પોરેશન સીલ મારવાની કડક કાર્યવાહી કરે છે અને બીજી તરફ કોમ્પ્લેક્સની દુકાનોના સીલ તૂટી જાય છે અને દુકાનો ચાલુ કરી દેવાય છે. જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે. ઝોનના એસ્ટેટ અધિકારી પોલીસ ફરિયાદ કરી હોવાનું કહે છે, પરંતુ પોલીસમાં કોઈ જ ફરિયાદ નોંધાઇ નથી. તો ખરેખર શું પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ માત્ર જાણ કરી છે. જો આ રીતે હવે કોર્પોરેશનના સીલ ખુલવા લાગશે અને કડક કાર્યવાહી ન થાય તો કોર્પોરેશનની કામગીરી માત્ર નામની રહી જશે.

એક જ દિવસમાં ફરી દુકાનોના સીલ તોડીને વેપાર-ધંધા શરૂ કરાયા
એક જ દિવસમાં ફરી દુકાનોના સીલ તોડીને વેપાર-ધંધા શરૂ કરાયા
અન્ય સમાચારો પણ છે...