તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા AMCએ હિમાલયા મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સને સીલ માર્યું, 25થી વધુ લોકોને નાસ્તો પીરસાતો હતો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન થતા AMCએ દંડાત્મક કાર્યવાહી કરી - Divya Bhaskar
કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન થતા AMCએ દંડાત્મક કાર્યવાહી કરી
  • કોર્પોરેટ રોડ પર આવેલી ખાનગી ઓફિસમાં સ્ટાફ માસ્ક વગર જોવા મળતા ઓફિસ સીલ

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જાહેરમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટનસનું પાલન જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન જરૂરી છે. આ ગાઈડલાઈનનું પાલન ન કરનાર સામે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરી રહી છે. જેના પગલે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ડ્રાઇવઇન રોડ પર આવેલી મેકડોનાલ્સ રેસ્ટોરન્ટને સીલ કરી છે. રેસ્ટોરન્ટમાં 25થી વધુ લોકોને નાસ્તો પીરસવામાં આવતો હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થતું ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.

સ્ટાફ માસ્ક વગર હોવાથી ફાર્માસ્યૂટિકલ કંપનીની ઓફિસને સીલ મારી
સ્ટાફ માસ્ક વગર હોવાથી ફાર્માસ્યૂટિકલ કંપનીની ઓફિસને સીલ મારી

સિનર્જિ બિલ્ડિંગમાં એક ઓફિસ સીલ કરી
આ ઉપરાંત પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર આવેલા સિનર્જી બિલ્ડિંગમાં 11માં માળે આવેલી સેવિયર ફાર્માસ્યુટિકલ કંપનીમાં તમામ સ્ટાફ માસ્ક વગર કામ કરતો હોવાથી ઓફિસને સીલ મારવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આગામી દિવસોમાં મોલ, ખાનગી ઓફિસો અને શો રૂમનું ચેકિંગ કરવામાં આવશે. જો પાલન થતું નહિ જણાય તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...