કાર્યવાહી:16 પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરની મિલકત મ્યુનિ.એ સીલ કરી, BSNLની સેટેલાઈટ ઓફિસનો સમાવેશ, 16માંથી 9 મિલકત ગોતાની હરિસિદ્ધિ એસ્ટેટની

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

સેટલાઇટ વિસ્તારમાં આવેલી બીએસએનએલની કચેરી સહિત ગોતા અને થલતેજની 16 મિલકતોને બાકી પ્રોપર્ટી ટેક્સના મામલે મ્યુનિ.એ સીલ કરી છે. આ મિલકતો પાસે મ્યુનિ.ને 3 લાખથી 14 લાખ સુધી ટેક્સની લેણી રકમ નીકળે છે. કુલ 1 કરોડથી વધારેની લેણી રકમ બાકી નીકળે છે. સીલ કરાયેલી 16માંથી 9 મિલકત ગોતાના હરિસિદ્ધિ એસ્ટેટની છે.

મ્યુનિ. તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સાં અપાયેલી રિબેટની યજના બાદ પણ જે મિલકતધારકોનો લાખોનો વેરો બાકી હોય તેવા ડીફોલ્ટરો સામે મ્યુનિ.એ કાર્યવાહી હાથ ધરી છે. 16 મિલકતોને મ્યુનિ.એ સોમવારે સીલ કરી દીધી છે. આ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં અખાડા કરતાં ડીફોલ્ટરોના નળ- ગટરના કનેકશન પણ કપાશે.

AMC નળ કનેક્શન કાપશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર ડિફોલ્ટરોની સંપત્તિ ટેક્સ વિભાગે સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને નોટીસ પણ આપવામાં આવી છે. ટેક્સ વિભાગની નોટિસમાં જણાવવામાં આવ્યુ છે કે, જો ડિફોલ્ટરો દ્વારા નોટિસને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તેમના પાણીના નળ કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ટેક્સ ડિફોલ્ટર્સ સામે દરેક ઝોનમાં ઝુંબેશ શરૂ થશે
કોર્પોરેશન આ ઉપરાંત મિલકત ટાંચમાં લઈને હરાજી કરવામાં આવશે. મિલકત ધારકોને તાત્કાલિક ટેક્સ ભરવા માટેની તાકીદ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આવનારા દિવસમાં ટેક્સ ડિફોલ્ટરો સામે દરેક ઝોનમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

ડીફોલ્ટરજગ્યાબાકી રકમ
ચાર્લી સિરામિક1490, ગોતા ચોકડી નજીક11.31
નંદુભાઇ પટેલગોતા ચોકડી નજીક, એસ.જી. હાઇવે9.19
અતીત પટેલ46 આર્યન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગોતા3.41
એ+ ડી એકેડેમીબાદશાહ વિલા બંગલો સામે, થલતેજ5.25
BSNL147, સેટેલાઇટ હેવન કોમ્પ્લેક્સ5.98
પ્રગતિ હોટલઝાયડસ પાસે થલતેજ14.84

ગોતાની આ 9 મિલકતને સીલ મરાયું

હર્ષદ કેશરજી ઠાકોર9.24
લક્ષ્મણજી ઠાકોર7.62
કનુજી ઠાકોર6.27
હર્ષદભાઇ ઠાકોર5.57
રાહુલ ઠાકોર4.9
સહજાનંદ માર્બલ4.63
હર્ષદભાઇ ઠાકોર4.42
વિલાસબેન ઠાકોર3.83
બાબુજી ઠાકોર3.81
મફાજી ઠાકોર3.8

​​​​​​​નોંધ : ટેક્સની રકમ લાખમાં છે.