તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AMC Seals 10 Buildings In Ahmedabad, Including Vadaj's Ganesh Vidyalaya, New Vidya Vihar And Lakshmi School, Which Are Operating Without BU Permission.

શાળાને માર્યા તાળા:અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતી વાડજની ગણેશ કન્યા વિદ્યાલય, ન્યુ વિદ્યા વિહાર અને લક્ષ્મી સ્કૂલ સહિત 10 બિલ્ડીંગ AMCએ સીલ કરી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AMCએ ચાર દિવસમાં 1010 કોમર્શિયલ, હોટેલના 507 રૂમ, રસ્ટોરન્ટના 48 યુનિટ,23 સ્કૂલોના 383 રૂમ એક ઈન્ડસ્ટ્રીયલ થઈ કુલ 1952 યુનિટ સીલ કર્યા.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે સિલિગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના પશ્ચિમઝોનમાં આવતા રાણીપ, નવાવાડજ અને વાડજ સહિતના વિસ્તારમાં આવતી 9 સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત 10 બિલ્ડીંગને સીલ કરવામાં આવી છે. સિલિગ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ અલગ વિસ્તારમાં 30થી વધુ કોમ્પ્લેક્સની 500 જેટલી દુકાનો, 10થી વધુ હોટલ,12 જેટલી સ્કૂલને સીલ મારી દીધી છે. AMCએ ચાર દિવસમાં 1010 કોમર્શિયલ, હોટેલના 507 રૂમ, રસ્ટોરન્ટના 48 યુનિટ,23 સ્કૂલોના 383 રૂમ એક ઈન્ડસ્ટ્રીયલ થઈ કુલ 1952 યુનિટ સીલ કર્યા

AMCએ સિલિંગ અંગે જાહેર કરેલી યાદી
AMCએ સિલિંગ અંગે જાહેર કરેલી યાદી

નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ સીલ
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વહીવટદારોની મિલીભગતથી શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગ બીયુ પરમિશન વગર ચાલતી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ થતા જ હવે કોર્પોરેશનને ના છૂટકે સિલિગ કરવાની ફરજ પડી છે. જેથી હવે મિલકતધારકો પૈસા આપ્યા અને સીલ પણ થતાં ભોગવવાનો વારો આવ્યો છે. બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં હવે કડક કાર્યવાહી કરાઈ છે. આજે ગુરુવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના વાડજ અને નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ અને રાણીપ શાકમાર્કેટમાં આવેલું મારૂતિ કોમ્પ્લેક્સ સીલ કર્યું છે.

પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરી
પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરી

આરકેડની 88 ઓફિસ અને દુકાનો સીલ
અગાઉ રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આરકેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરી હતી. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી હતી.

મણિનગરમાં 27 દુકાનો-ઓફિસ સીલ કરવામાં આવી
મણિનગરમાં 27 દુકાનો-ઓફિસ સીલ કરવામાં આવી

હોટલ રોયલ પ્લાઝા મળી કુલ 7 યુનિટ સીલ કર્યા
સોમવારે એસ્ટેટ વિભાગે દક્ષિણઝોનમાં નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેસ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં 90 દુકાનો ઓફિસ અને મણિનગર રેલવે ક્રોસિંગ પાસે યશ કોમ્પ્લેકસની 27 દુકાનો-ઓફિસ સીલ કરવામાં આવી હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ ખાતે આવેલી મોતી મહેલ હોટલ, સાવન હોટલ, મયુર પેલેસ હોટલ, ભૂખ લાગી હૈ અને હોટલ રોયલ પ્લાઝા મળી કુલ 7 યુનિટ સીલ કર્યા હતા.

છેલ્લા ચાર દિવસમાં થયેલ કાર્યવાહી

ઝોનયુનિટ
ઉત્તર ઝોન15
દક્ષિણ ઝોન108
પૂર્વ ઝોન446
પશ્ચિમ ઝોન391
મધ્ય ઝોન305
ઉત્તર પશ્ચિમ ઝોન121
દક્ષિણ પશ્ચિમ ઝોન59
અન્ય સમાચારો પણ છે...