ભાસ્કર એનાલિસિસ:AMCની સ્કૂલોમાં આ વર્ષે સૌથી વધુ 9500 વિદ્યાર્થી ખાનગી સ્કૂલ છોડીને આવ્યા, ધોરણ 1માં 25 હજાર વિદ્યાર્થીનો પ્રવેશ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મ્યુનિ. સ્કૂલોમાં છેલ્લાં 5 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો રેકોર્ડ, કુલ 1.70 લાખ વિદ્યાર્થી થયા
  • 2021-22માં 6289 વિદ્યાર્થી ખાનગીમાંથી આવ્યા હતા

મ્યુનિ. સ્કૂલોમાં છેલ્લાં છ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 50 હજારનો વધારો થયો છે. હાલમાં મ્યુનિ. સ્કૂલોમાં 1.66 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે જ આ વર્ષે ધોરણ 1માં સૌથી વધુ 25,699 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે આ વર્ષે છેલ્લાં સાત વર્ષની સરખામણીએ સૌથી વધુ 9500 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.

છેલ્લાં થોડા વર્ષોથી સરકારી સ્કૂલોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને હવે વાલી ખાનગી સ્કૂલોને છોડી બાળકોને સરકારી સ્કૂલોમાં પ્રવેશ અપાવી રહ્યાં છે. શાસનાધિકારી ડો. એલ. ડી દેસાઈએ જણાવ્યું કે, સરકારી સ્કૂલોમાં સરકારી યોજનાઓના લાભ વાલીઓને મળતો હોવાથી વાલીને આર્થિક બોજ પડતો નથી.

આ ઉપરાંત સરકારી સ્કૂલો પણ હવે ખાનગી સ્કૂલો સાથે સ્પર્ધામાં છે. આ વર્ષે અમારી સ્કૂલોમાં ખાનગી સ્કૂલ છોડીને આવનારા વિદ્યાર્થીની સંખ્યા સૌથી વધારે નોંધાઈ છે. ધોરણ 1માં પણ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. પરિણામે હવે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

સરકારી સ્કૂલોમાં કોઈ ઇત્તર પ્રવૃત્તિની ફી લેવામાં આવતી નથી. ઉપરાંત વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ વગેરેની સુવિધા નિ:શુલ્ક આપવામાં આવે છે. આ સિવાય દૂર રહેતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી પણ કોર્પોરેશન આપતું હોવાથી વાલીઓ મ્યુનિ. સ્કૂલો તરફ વળ્યા છે.

દર વર્ષે 1 લાખથી વધુ સંખ્યા થાય છે

વર્ષ

વિદ્યાર્થીઓની સંખ્યા

2019-201,19,113
2020-211,57,989
2021-221,63,199
2022-231,66,887

ખાનગી સ્કૂલ છોડી આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા

વર્ષસંખ્યા
2014-154397
2015-165481
2016-175005
2017-185219
2018-195791
2019-205272
2020-213334
2021-226289
2022-239500

​​​​​​​તમામ સ્કૂલો ડિજિટલ અને હાઈટેક બનાવાનું લક્ષ્ય

રાજ્યમાં સૌથી વધુ અંગ્રેજી માધ્યમની અને ડિજિટલ સ્કૂલો અમદાવાદમાં છે. ટ્રેઇન્ડ શિક્ષકોને કારણે વાલીઓનો સરકારી સ્કૂલમાં વિશ્વાસ વધ્યો છે. તમામ સરકારી સ્કૂલોને ડિજિટલ કરવાનો અમારો ઉદ્દેશ છે. - ડો. સુજય મહેતા, ચેરમેન, ન.પ્રા.સ.

અન્ય સમાચારો પણ છે...