તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AMC Said 9 Days Ago, '1 Lakh Vaccines Will Be Given Daily', Due To Insufficient Stock Of Vaccines For The Last Two Days, Vaccination Of Barely 20 Thousand!

જાહેરાત બની ‘જુમલો’:AMCએ 9 દિવસ પહેલાં કહ્યું, ‘રોજ 1 લાખને વેક્સિન અપાશે’, છેલ્લા બે દિવસથી રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી માંડ 20 હજારનું વેક્સિનેશન!

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરનાં અનેક કેન્દ્રો પર રસી માટે વહેલી સવારથી જ લોકોની લાઇનો લાગી જાય છે, પરંતુ રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી લોકોને પાછા જવું પડે છે. દરિયાપુરના રસી કેન્દ્ર પર મોટી સંખ્યામાં લોકો રસી લેવા પહોંચી ગયા હતા. - Divya Bhaskar
શહેરનાં અનેક કેન્દ્રો પર રસી માટે વહેલી સવારથી જ લોકોની લાઇનો લાગી જાય છે, પરંતુ રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી લોકોને પાછા જવું પડે છે. દરિયાપુરના રસી કેન્દ્ર પર મોટી સંખ્યામાં લોકો રસી લેવા પહોંચી ગયા હતા.
  • રસીનો પૂરતો સ્ટોક આવતો ન હોવાથી છેલ્લા બે દિવસથી માંડ 20-25 હજારને રસી મળે છે, 4 દિવસમાં 71 હજારને રસી અપાઈ
  • સતત પાંચમા દિવસે રસીની તંગી યથાવત્, સેંકડો લોકોએ કેન્દ્રો પરથી પાછા જવું પડ્યું

શહેરમાં ગત 21 જૂને મ્યુનિ.એ સત્તાવાર જાહેરાત કરી હતી કે હવે અમદાવાદમાં રોજ 1 લાખ નાગરિકોને વેક્સિન અપાશે. જોકે તંત્ર 9 દિવસે આજે પણ આ આંકડાના અડધા લોકો સુધી પણ પહોંચી શક્યું નથી. છેલ્લા 4 દિવસથી નાગરિકો વેક્સિનેશન માટે એક સેન્ટરથી બીજા સેન્ટરે ફાંફાં મારી રહ્યા છે, જે દર્શાવે છે કે શહેરમાં રોજના એક લાખના વેક્સિનેશનનો મામલો પણ જુમલો જ સાબિત થયો છે. 4 દિવસના વેક્સિનેશનનો સરવાળો કરીએ તો પણ માંડ 71939 જેટલો થાય છે.

ત્રીજા ભાગનું પણ વેક્સિનેશન થયું નથી
છેલ્લા 4 દિવસથી નાગરિકો વેક્સિનેશન માટે ફાંફાં મારે છે, ત્યારે મ્યુનિ.નો રોજના એક લાખને વેક્સિનેશનનો દાવો યાદ આવે છે. છેલ્લા 9 દિવસમાં માંડ 2.88 લાખ નાગરિકોને જ વેક્સિન અપાઇ છે, એટલે કે લક્ષ્યાંકના ત્રીજા ભાગનું પણ વેક્સિનેશન થઇ શક્યું નથી. મ્યુનિ.એ 175 વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી હતી, જોકે આજે એ પૈકીનાં માંડ 70 સેન્ટરો પર જ વેક્સિન આપી શકાઇ છે. 30 જૂન સુધી શાકભાજી, દુકાનદાર, ફેરિયાઓ, પાથરણાંવાળા સહિતના વ્યવસાયીઓનું ફરજિયાત વેક્સિનેશન કે એક સપ્તાહ પહેલાં કરેલો આરટી-પીસીઆર રિપોર્ટ સાથે રાખવાનો આદેશ મ્યુનિ.એ કર્યો હતો. જોકે અત્યારસુધીમાં 12170 સુપર સ્પ્રેડર્સને વેક્સિન અપાઈ છે.

મોસાળમાં મા પીરસનાર છતાં ભૂખ્યા: કોંગ્રેસ
અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખ ચેતન રાવલની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે વેક્સિનેશનથી જ નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવી શકાશે. કેન્દ્ર સરકાર ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપની છે અને મ્યુનિ.માં સત્તા પણ ભાજપની છે. ત્યારે મોસાળમાં મા પીરસનાર તોય આપણે ભૂખ્યા રહીએ? આવો ઘાટ થયો છે. આપણા જ પક્ષની સરકાર હોય તો આપણે વેક્સિનેશનનો પૂરતો જથ્થો કેમ માગી શકતા નથી? આપણે રજૂઆત કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...