રિપોર્ટ મુદ્દે વિવાદ:વિધાનસભાએ માન્ય રાખેલો ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ AMCએ ફગાવ્યો, મેયરે ખેડાવાલાને પ્રવેશતા અટકાવ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • AMCનો ટેસ્ટ કરાવવા માટેની મેયરની જીદ સમજાતી નથીઃ ઇમરાન ખેડાવાલા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર અને ખાડિયા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આજે કોર્પોરેટરની રુહે AMCની સામાન્ય સભામાં હાજરી આપવા પહોંચ્યા તો ખૂદ મેયરે તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો ન હોવાના બહાને પ્રવેશતા અટકાવ્યા હતા. ઇરમાન ખેડાવાલાએ ધારાસભ્ય તરીકે વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપતા પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, તેમ છતાં મેયરે ફરીથી કોરોના ટેસ્ટ કરવાની જીદ પકડતા ઇમરાન ખેડાવાલા અકળાઈ ઉઠ્યા હતા. આમ AMCએ વિધાનસભામાં કરાયેલા કોરોના ટેસ્ટને અમાન્ય ઠેરવતા વધુ એક વિવાદ ઉભો થયો છે.

AMCનો ટેસ્ટ કરાવવા માટેની મેયરની જીદ સમજાતી નથી
ઇમરાન ખેડાવાલએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી સામાન્ય સભા મળી રહી છે ત્યારે કોર્પોરેટર તરીકે સામાન્ય સભામાં હાજરી આપવા માટે હું ટાગોર હોલ ખાતે આવ્યો હતો. જ્યાં મને અમદાવાદના મયરે અટકાવીને AMCનો કોરોના ટેસ્ટ કરાવ્યો ન હોવાથી પ્રવેશતા અટકાવી દીધો હતો. હું ધારાસભ્ય તરીકે વિધાનસભાના સત્રમાં દરરોજ હાજરી આપી રહ્યો છે અને આજે પણ જવાનો છું અને વિધાનસભા સત્ર પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તે પછી જ મને વિધાનસભામાં પ્રવેશ મળેલો છે, તે સંજોગોમાં વિધાનસભામાં ટેસ્ટ કરાયા પછી પણ AMCનો ટેસ્ટ કરાવવા માટેની મેયરની જીદ સમજાતી નથી. કોરોના અંગે WHO, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર કે ભાજપની ગાઈડલાઈન પ્રમાણે AMC કામ કરી રહ્યું હોય તેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...