તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:AMCના મતે શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, 60 ટકા બેડ ખાલી રહેતા ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઘટાડો કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 73 ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દી માટે અનામત રખાયેલા બેડમાં ઘટાડો કરાયો

અમદાવાદ શહેરમાં ધીરે-ધીરે કોરોનાના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મતે શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં સતત સુધારો જોવા મળ્યો છે. જેને લઇને શહેરની 73 જેટલી ખાનગી હોસ્પિટલો ઓછી કરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના કેસો અને મૃત્યુમાં ઘટાડો થયો છે. કેસો ઘટવાના કારણે ખાનગી હોસ્પિટલમાં અનામત કરાયેલા બેડમાંથી 40 ટકા બેડ જ ભરાયેલા હોય છે જ્યારે 60 ટકા ખાલી હોય છે, જેથી ખાનગી હોસ્પિટલોને ધીરે-ધીરે ડી-નોટીફાઈ કરવામાં આવી રહી છે, જેથી એ બેડનો ઉપયોગ અન્ય દર્દીઓ કરી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 ઓગસ્ટના રોજ બનેલી આગની દુર્ઘટના બાદ શ્રેય હોસ્પિટલને ડી-નોટીફાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ઉપરાંત કોઠીયા હોસ્પિટલ, GCS હોસ્પિટલમાં અનામત કરાયેલા બેડની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે પાર્થ હોસ્પિટલ, યુરો કેર આર્ના હોસ્પિટલ, સુમિત્રા હોસ્પિટલ, પ્રમુખ હોસ્પિટલ અને ભારતી હોસ્પિટલને વિવિધ ટેક્નિકલ કારણોસર મળેલા અહેવાલના આધારે એએમસી દ્વારા ડી-નોટીફાઈ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો