તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરાજીનું આયોજન:બોડકદેવના 8060 ચોરસ મીટરના એક પ્લોટની ઈ-હરાજીમાં AMCને 151.76 કરોડ ઉપજ્યા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • માત્ર બે બીડરે બોલી લગાવી, શ્રેષ્ઠા ઈન્ફ્રાએ ચો.મી. દીઠ 1.88 લાખ ભાવ ભર્યો હતો

મ્યુનિ.એ મંગળવારે બોડકદેવમાં આવેલા 8060 ચોરસ મીટરના એક પ્લોટની ઈ-હરાજી કરતાં તેના 151.76 કરોડ ઉપજ્યા હતા. શ્રેષ્ઠ ઇન્ફ્રાએ ચોરસ મીટર દીઠ રૂ.1.88 લાખની સૌથી વધુ બોલી લગાવી પ્લોટ ખરીદ્યો હતો. બોડકદેવમાં આવેલા મ્યુનિ.ના આ બીજા પ્લોટની હરાજી થઈ છે. શ્રેષ્ઠ ઈન્ફ્રાએ ખરીદેલા પ્લોટ માટે માત્ર પક્ષકારે બોલી લગાવી હતી. આ પ્લોટ પર કોમર્શિયલ બાંધકામને મંજૂરી છે. બોડકદેવ વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. 50ના ફાઈનલ પ્લોટ નં. 383નું મંગળવારે મ્યુનિ. એસ્ટેટ વિભાગે ઈ-હરાજી યોજી હતી.

પ્લોટ માટે તળિયાની કિંમત પ્રતિ ચોરસ મીટર દીઠ 1.88 લાખ રાખવામાં આવી હતી. પરંતુ મ્યુનિ.ને હરાજીમાં તેના તળિયાના ભાગ કરતાં ચોરસ મીટર દીઠ માત્ર રૂ.300 વધારે મળ્યા હતા. તેને કારણે આ પ્લોટ 151.76 કરોડમાં વેચાયો હતો. ઇ-હરાજીમાં મ્યુનિ.ને રૂ. 24 લાખની વધુ આવક થઈ હતી. બોલી લગાવનારાની સંખ્યા ઓછી હોવાથી પ્લોટની ધારી કિંમત ઉપજી શકી નહીં હોવાનો મત છે. સવારે 10 વાગ્યે ઈ-હરાજી શરૂ થઈ હતી. જો કે, બોલી લગાવનાર માત્ર બે જ બીડરો હોવાને કારણે ઈ-હરાજીની કાર્યવાહી અડધો કલાકમાં જ પૂરી થઈ ગઈ હતી.

બાકી રહેલા 14 પ્લોટની ઈ-હરાજીની મુદત વધુ એક મહિનો લંબાવાઈ
​​​​​​​હવે બાકી રહેલા 14 જેટલા પ્લોટની હરાજીની મુદત આગામી એક માસ માટે વધારવામાં આ‌વી છે. ત્યારે હવે આ પ્લોટનું ઈ-હરાજી આગામી 1લી જુલાઇના રોજ થશે. કોરોનાની સ્થિતિમાં મ્યુનિ.ને વધુ આવક થાય તે હેતુથી ઇ-હરાજીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા જીએનએફસીના એનકોડ સોલ્યુશન વિભાગ મારફતે ટેન્ડરીંગ કરી ઇ-હરાજીની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ આ પ્લોટ પણ મે મહિનામાં ઇ-હરાજી થવાની હતા. જોકે બાદમાં તે પ્લોટના વેચાણ માટે જુન મહિનાની તારીખો નક્કી કરવામાં આવી હતી. હવે આ પ્લોટના ઇ-હરાજીની મુદતમાં વધારો કરી 1 જુલાઇ નક્કી કરવામાં આવી છે. આ પ્લોટની હરાજીમાંથી મ્યુનિ.ને જંગી રકમ મળવાની સંભાવના છે.

બોડકદેવના પ્લોટના 77 કરોડ મળ્યા હતા
શહેરમાં થોડા સમય પહેલા પણ બોડકદેવમાં જ 1 પ્લોટની હરાજી થઈ હતું.જેના વેચાણ પેટે મ્યુનિ.ને 77.04 કરોડ મળ્યા હતા. અત્યાર સુધીમાં 16 પ્લોટ વેચાણમાં મુક્યા છે. જે પૈકી બે પ્લોટનું હરાજી પેટે 228 કરોડની આવક થઇ છે.આ પ્લોટ 222100 પ્રતિ. ચોરસ મીટર કિંમતે વેચાયો હતો. તેની કુલ કિંમત રૂ. 770,464,900 ઉપજી હતી. આ પ્લોટ તેની અપસેટ પ્રાઇઝ કરતાં રૂ. 11,82,94,900 વધારે કિંમતમાં વેચાયો હતો.

અન્ય સમાચારો પણ છે...