તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનની તૈયારીઓ:AMC દ્વારા કોરોના વેક્સિનેશનની તૈયારી પુરજોશમાં, ડોર ટુ ડોર સર્વે કરી 6 લાખનો ડેટા મેળવાયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કોરોના વેક્સિનેશનની તૈયારી કરી દીધી છે. જે અંતર્ગત આજે વેક્સિનેસન માટે ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે યોજાઈ બેઠક હતી. વેક્સિનેસન વખતે ખાનગી હોસ્પિટલના સ્ટાફને કઈ રીતે વેક્સિન આપવામાં આવે તે અંગે આયોજન કરવામાં આવ્યું છે. વેક્સિન આપ્યા બાદ આડ અસર થાય તો શું કરવું તે અંગે મનપા અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો આયોજન કરશે. અત્યાર સુધી વેક્સિનેશન માટે ડોર ટૂ ડોર સર્વેમાં 6 લાખનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હોવાની માહિતી AMCના હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું.

55 હજાર હેલ્થકેર વર્કરોનો ડેટા પહેલી વેક્સિનેશન માટે તૈયાર કરવામાં આવ્યો છે. AMC દ્વારા 51 હજાર ફ્રન્ટ લાઇન વોરિયર્સનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. બે ડોઝમાં પોસ્ટ વેક્સિન આપવામાં આવશે, જેમાં 28 દિવસનો ગેપ રાખવામાં આવશે. ચોથા ફેસમાં 50 વર્ષથી નીચેના કો-મોરબીડ લોકોને વેક્સિન આપવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા 682 ટીમને વેક્સિનેશન માટેની ટ્રેનિંગ આપી દીધી છે. એક દિવસમાં એક ટીમ સામાન્ય રીતે 100 જેટલા લોકોને રસી અને કુલ 50 હજાર લોકોને આપી શકે તેવી ક્ષમતા છે. જો જરૂરિયાત ઊભી થઈ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દિવસમાં બે લાખ લોકોને રસી આપવા સુધીની કેપેસીટી ડેવલપ કરી શકે છે.

વેક્સિન આપવા માટે મેનપાવર તેમજ સ્ટાફને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા 300 શાળાઓને સેન્ટર તરીકે પસંદ કરી છે. વેક્સિન લેવા માટે આવનાર લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ વેક્સિન આપ્યા પછી લગભગ 30 મિનિટ જેટલો સમય તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે તે માટે બેસવાની વ્યવસ્થા તે અંગેની વ્યવસ્થા અંગે ધ્યાનમાં રાખીને વેક્સિન સેન્ટર માટે શાળાઓ પસંદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો