તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-1નો ગ્રાઉન્ડ રિપોર્ટ:પીવાના પાણી અને ગટરલાઇનની સમસ્યા દૂર થઈ, ખોદેલા રસ્તા પડ્યા રહ્યા, 35 વર્ષ જૂનાં હાઉસિંગનાં મકાનો રિડેવલપ કરવાની માગ

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • ગોતા વોર્ડમાં ગોતા ગામ, ગોતા હાઉસિંગ, વસંતનગર ટાઉનશિપ, ઓગણજ ગામ, સોલા સાયન્સ સિટી, ચાણક્યપુરીનો સમાવેશ
  • વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત્, પીવાના પાણી અને ગટરલાઈનની સમસ્યા દૂર થઈ
  • લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ, બગીચા વગેરે માટે વિકાસની જરૂરિયાત

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા- અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યનાં ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયાં કયાં કામો નથી થયાં એ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-1 એટલે કે ગોતા વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

સાયન્સ સિટીનો મુખ્ય રોડ જ તૂટેલો જોવા મળે છે
ગોતા વોર્ડમાં ગોતા ગામ, ગોતા હાઉસિંગ, વસંતનગર ટાઉનશિપ, ઓગણજ ગામ, સોલા સાયન્સ સિટી, ચાણક્યપુરીના સેક્ટર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગોતા વોર્ડની મૂળ સમસ્યા પીવાના પાણી અને ગટરલાઈનની હતી, જે સ્થાનિકોના કહેવા મુજબ દૂર કરવામાં આવી છે. કેટલાક રોડ-રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ રોડ માત્ર એક જ વર્ષમાં તૂટી ગયા હોય છે.

વોર્ડમાં પાણી ભરાવવાની પણ સમસ્યાઓ થાય છે. ગોતા હાઉસિંગનાં જૂનાં મકાનો આવેલાં છે, એને રિડેવલપ કરી નવાં મકાનો બનાવવામાં આવે એવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. સોલા સાયન્સ સિટીના વિસ્તારોનો પણ વિકાસ થયો છે, જોકે સાયન્સ સિટીનો મુખ્ય રોડ જ તૂટેલો જોવા મળે છે. રોડ રસ્તા ખોદેલા છે અને રોડ ખાતમુહૂર્ત છતાં કોઈ કામ શરૂ થયાં નથી.

સોલા બ્રિજ રોડથી ભાડજ ચોકડી સુધીનો રોડ તૂટેલો છે
સ્થાનિક રહેવાસી રોહિત પટેલે જણાવ્યું હતું કે ગોતા વોર્ડમાં સોલાના સાયન્સ સિટી વિસ્તારનો સમાવેશ થાય છે. સાયન્સ સિટી વિસ્તારમાં રોડની મુખ્ય સમસ્યા છે. સોલા બ્રિજ રોડથી ભાડજ ચોકડી સુધીનો રોડ તૂટેલો છે, જેને નવો બનાવવાનો છે, પરંતુ હજી સુધી ત્યાં પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. વરસાદી પાણીના નિકાલની સમસ્યા પણ છે જેના માટે એક વર્ષ પહેલાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

વધુ એક ગાર્ડન બનાવવાની માગ
સાયન્સ સિટી વિસ્તારમાં સિમ્સ હોસ્પિટલ પાસે એક જ બગીચો આવેલો છે. આખા વિસ્તારમાં એક જ બગીચો હોવાના કારણે ભીડ થાય છે અન્ય એક ગાર્ડન બનાવવાની જરૂરિયાત છે. આ વિસ્તારમાં લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ, બગીચા વગેરે જેવા કેટલાક વિકાસકામની જરૂરિયાત છે, પરંતુ તેવી કોઈ સુવિધાઓ મળી નથી. કોર્પોરેશનના અંદાજે 60 જેટલા પ્લોટ ખાલી પડેલા છે ત્યારે એનો ઉપયોગ કરી લોકો માટે સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.

હવે વિકાસ થયો હોય એવું લાગે છેઃ સ્થાનિક
સ્થાનિક રહેવાસી રણુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે ગોતામાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી, પરંતુ ગોતા હાઉસિંગ પાસે પાણીની ટાંકી અને પંપિંગ સ્ટેશન છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બની જતા પાણીની સમસ્યા દૂર થઈ છે. ગટરની પણ સમસ્યાઓ હતી જે દૂર થઈ છે. સ્ટ્રીટલાઈટ અને રોડ રસ્તાનાં કેટલાંક કામો થયાં છે, જે પૂરાં થવા આવ્યાં છે. પાંચ વર્ષ પહેલાં ગોતાની સમસ્યાઓ દૂર થઇ ન હતી, પરંતુ હવે વિકાસ થયો હોય તેમ લાગી રહ્યું છે.

ગોતા હાઉસિંગમાં પાણી અને ગટરની સમસ્યા ઉકેલાઈ
અન્ય સ્થાનિક રાજુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે ગોતા હાઉસિંગમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન રોડ રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓ દૂર કરવામાં આવી છે. ગોતા હાઉસિંગમાં પીવાના પાણીનો પ્રશ્ન હતો. લોકો પાંચ વર્ષ પહેલાં બેડા લઈ પાણી ભરવા જતા હતા, જોકે કોર્પોરેશન દ્વારા પાણીની ટાંકી બની જતાં સમસ્યા દૂર થઈ છે.

શાકમાર્કેટ માટે અલગથી પ્લોટ ફાળવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જાય
સ્થાનિક રમેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે ગોતા વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષમાં વિકાસ તો થયો છે, પરંતુ ગોતા હાઉસિંગનાં મકાનો જે 35 વર્ષથી જૂનાં છે, જેને રિડેવલપ આપે તેવી સરકાર અને કોર્પોરેટરોને અમે રજૂઆત કરી છીએ. બે કે ત્રણ રૂમનાં નવાં મકાનો બનાવે એ જરૂરી છે. ગોતા સ્મશાન હોય કે પાણી તેમજ ગટરની સમસ્યા વગેરે દૂર કરવામાં આવી છે. હાઉસિંગમાં આવેલી શાકમાર્કેટ પણ એક મોટો પ્રશ્ન છે. શાકમાર્કેટ માટે અલગથી પ્લોટ ફાળવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જાય તેમ છે. સ્થાનિક વેપારીના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ટાઈલ્સનો વેપાર મોટો છે. ગોતા વિસ્તારની ઓળખ જ ટાઈલ્સથી થાય છે ત્યારે આ વિસ્તારમા ટાઇલ્સના વેપારીઓ વિકાસ માગી રહ્યા છે.

વોર્ડ નંબર-1ના મતદારોની સંખ્યા

પુરુષ - 44253 સ્ત્રી - 39853 અન્ય - 1 કુલ - 84107

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો