તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCનો આદેશ:અમદાવાદમાં BU વગરની 42 હોસ્પિટલ અઠવાડિયામાં બંધ કરવા નોટિસ, હોસ્પિટલોના સી ફોર્મ પણ રદ્દ કરી દેવાયા

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • દર્દીઓને અગવડ ન પડે અને અન્ય હોસ્પિટલમાં દર્દીઓને ટ્રાન્સફર કરવા માટે 7 દિવસનો સમય આપ્યો

બિલ્ડિંગ યુઝ પરમિશન (બીયુ) વગર શહેરમાં ચાલતા 42 હોસ્પિટલ, નર્સિંગ હોમને મ્યુનિસિપલ કોર્પોરેશને એક સપ્તાહમાં બંધ કરવા સોમવારે નોટિસ ફટકારી છે. આ હોસ્પિટલ-નર્સિંગ હોમ કોઈ પણ સરકારી નિયમ વગર ધમધમતા હોવાનું ધ્યાને આવતા આ અગાઉ નોટિસ આપી હતી. જોકે મ્યુનિ. ની નોટિસને આ હોસ્પિટલ-નર્સિંગ હોમ ઘોળીને પી ગયા હતા. તેઓ પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. 27 ઓગસ્ટે સુપ્રીમકોર્ટે અરજી ફગાવી દેતા મ્યુનિ. એ કડક કાર્યવાહી કરવા તમામ હોસ્પિટલના સી ફોર્મ રદ્દ કરવા નિર્ણય કર્યો છે.

હોસ્પિટલ-નર્સિંગ હોમને મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગ દ્વારા ધી બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ-1949ની કલમ પાંચ હેઠળ નોંધણી કર્યા બાદ સી ફોર્મ ઈશ્યૂ કરાય છે. મ્યુનિ. એ નોટિસમાં 42 હોસ્પિટલ-નર્સિંગ હોમના સી ફોર્મ રદ્દ કરવા નિર્ણય કર્યો છે. આ ઉપરાંત તમામ હોસ્પિટલ-નર્સિંગ હોમને કોઈ પણ નવા દર્દીને દાખલ નહીં કરવા તેમજ દર્દી દાખલ હોય તેમને અન્યત્ર સાત દિવસ સુધીમાં ખસેડવા લેખિત હુકમ કર્યો છે. હોસ્પિટલ-નર્સિંગ હોમ દ્વારા કોરોનાકાળ હોવાથી હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં રાહત આપવા અરજી કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી.

7 દિવસ બાદ હોસ્પિટલ બંધ નહીં કરાય તો કાર્યવાહી થશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે આ તમામ 42 હોસ્પિટલમી નોંધણીના સી ફોર્મને રદ કરી દીધા છે. દર્દીઓને અગવડ ન પડે અને અન્ય હોસ્પિટલમાં દર્દીઓને ટ્રાન્સફર કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. આ 7 દિવસમાં તેઓએ સ્વયં હોસ્પિટલ બંધ કરી લેખિતમાં જાણ કરવામાં આવી છે. જો હોસ્પિટલ કાર્યવાહી નહી કરે તો મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલ સીલ કરી દેશે. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ હોસ્પિટલોને નવા દર્દી દાખલ નહીં કરવા અને હાલના દર્દીને 7 દિવસમાં અન્ય જગ્યાએ ખસેડવા તાકીદ

 • જગમોહન હોસ્પિટલ, નવરંગપુરા
 • પુષ્પમ હોસ્પિટલ, સાબરમતી
 • શ્રવણ ઈ.એન.ટી. હોસ્પિટલ, મણિનગર
 • શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ, મણિનગર (પૂર્વ)
 • સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ નીઓનેટલ કેર સેન્ટર, આંબાવાડી
 • ચિરંજીવી ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ નીઓનેટલ સેન્ટર, ઈસનપુર
 • સહયોગ ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર, નારણપુરા
 • મોદી હોસ્પિટલ, ઘાટલોડિયા
 • નીઓ ચિલ્ડ્રન હોસ્પિટલ, શાસ્ત્રીનગર
 • રાઘવ મેટરનિટી એન્ડ નર્સિંગ હોમ, ચાંદલોડિયા
 • સાગર હોસ્પિટલ, વેજલપુર
 • પુનમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કોતરપુર
 • ક્રિષ્ના હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ., નવા વાડજ
 • ઋગવેદ ફ્રેક્ચર એન્ડ ઓર્થોપેડીક હોસ્પિટલ, વાસણા
 • શિવમ સર્જીકલ હોસ્પિટલ, વેજલપુર
 • આશા મેટરનિટી એન્ડ નર્સિંગ હોમ, સરદારનગર
 • કિરણ સર્જિકલ હોસ્પિટલ, વાસણા
 • કામધેનુ સર્જિકલ હોસ્પિટલ, ચાંદલોડિયા
 • અનંત ઓર્થોપેડિક એન્ડ સુપરસ્પેશીયાલિટી હોસ્પિટલ, નગરી હોસ્પિટલ પાસે
 • નવજીવન હોસ્પિટલ, વાસણા
 • આશવી ઈ.એન.ટી. હોસ્પિટલ, બોડકદેવ
 • ઈસનપુર ચિલ્ડ્રન હોસ્પિટલ, ઈસનપુર
 • દેસાઈ મેટરનિટી હોમ, વાસણા
 • અનેરી ઓર્થોપેડિક એન્ડ મેટરનિટી હોમ, નારણપુરા
 • શાંતિવન હોસ્પિટલ, મેઘાણીનગર
 • ખેતેશ્વર મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર, ઉસ્માનપુરા
 • માહિન હોસ્પિટલ, જુહાપુરા
 • દિનેશ મેટરનિટી નર્સિંગ હોમ, સાબરમતી
 • લીટલ ફ્લાવર નીઓનેટલ એન્ડ પિડિયાટ્રીક સુપર સ્પેશીયાલિટી હોસ્પિટલ, મણીનગર
 • શ્રદ્ધા ચિલ્ડ્રન એન્ડ નીઓનેટર હોસ્પિટલ, ઈસનપુર
 • અમી-સાગર પ્રસુતિગૃહ, નવા વાડજ
 • મનીષ આઈ હોસ્પિટલ, વાસણા
 • પ્રથમ હોસ્પિટલ, ઘાટલોડીયા
 • ખુશી વુમન્સ હોસ્પિટલ, ઘાટલોડીયા
 • કિલ્લોલ ચિલ્ડ્રન હોસ્પિટલ, જીવરાજપાર્ક
 • જતન ચિલ્ડ્રન ક્લિનિક, વાસણા
 • જૈની સર્જીકલ હોસ્પિટલ, રાણીપ
 • ગાયત્રી હોસ્પિટલ, નવા વાડજ
 • કૃણાલ મેડિકલ હોસ્પિટલ, હાટકેશ્વર
 • શીલ્પ હોસ્પિટલ-ઓર્થોપેડીક એન્ડ ઓર્થાલ્મીક હોસ્પિટલ, સરખેજ
 • ભુલકા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ નીઓનેટલ કેર સેન્ટર, સરખેજ

ખાનગી હોસ્પિટલોએ અનેક નિયમોનો ભંગ કર્યો છે
આ ખાનગી હોસ્પિટલો દ્વારા ઘણા ગંભીર પ્રકારના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને માર્જીન વાયોલેશન, ગેરકાયદેસર બાંધકામ, ચેન્જ ઓફ યુઝ (રહેઠાણ તરીકેની મંજૂર જગ્યા ઉપર હોસ્પિટલ બનાવી હોય), હાઈટ વાયોલેશન, બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યાએ ઓપીડી અથવા અન્ય ઉપયોગ લેવાતો હોય જેવા વાયોલેશન હોસ્પિટલો દ્વારા કરવામાં આવી રહ્યાં હતા. સિવિલ એન્જિનિયરિંગને લગતા આ વાયોલેશનને એક અઠવાડિયામાં દૂર કરવા મુશ્કેલ હોવાથી આ હોસ્પિટલ-નર્સિંગ હોમ પાસે અન્યત્ર બી.યુ. વાળી જગ્યાએ સ્થળાંતર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોવાનું મ્યુનિ. ના સિનિયર અધિકારીઓ કહી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...