કોરોના સામે જંગ / AMCએ 20 હજાર રેપીડ કીટનો ઓર્ડર આપ્યો, શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉપયોગ શરૂ કરાયો

AMC ordered 20,000 rapid kits for aggressive testing , starting use in western part of city
X
AMC ordered 20,000 rapid kits for aggressive testing , starting use in western part of city

  • રેપીડ કીટ દ્વારા માત્ર 30 મિનિટમાં જ કોરોનાના ટેસ્ટનું પરિણામ મળે છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:56 PM IST

અમદાવાદ. કોરોનાનો કહેર અમદાવાદ શહેર અને જિલ્લામાં યથાવત છે. ગઈકાલે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)  ફરીથી એગ્રેસિવ ટેસ્ટિંગ પર ભાર મુક્યો હોય તેવું લાગી રહ્યું છે.  AMCએ 20 હજાર રેપીડ કીટનો આર્ડર આપ્યો છે. રેપીડ કીટનો ઉપયોગ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યો છે.

રોજ એક હજાર રેપીડ કીટનો ઉપયોગ થશે
રેપીડ કીટથી માત્ર 30 મિનિટમાં જ કોરોનોનું પરિણામ મળી જાય છે. શહેરમાં કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થઈ શકે. એગ્રેસિવ ટેસ્ટિંગના કારણે અગાઉના મહિનાઓમાં કેસોમાં વધારો નોંધાયો હતો. હાલ સ્થિતિમાં છૂટછાટોના કારણે કેસ વધી પણ શકે છે. 20 હજાર રેપીડ કીટ પૈકીની એક હજાર કીટ રોજ વાપરવામાં આવશે.

અમદાવાદ જિલ્લા શહેરમાં કોરોનાનો આંકડો 21 હજાર નજીક
30 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 182 કેસ નોંધાયા છે અને 120 દર્દી ડિસ્ચાર્જ થયા છે.  અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 20,913 થયો છે અને મૃત્યુઆંક 1,441 પર પહોંચ્યો છે. તેમજ 15,967 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી