તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભી બોલા અભી ફોક:AMCના સત્તાવાળાઓ 11મીએ કહે છે શાકભાજી-કરિયાણું પણ ડિજિટલ પેમેન્ટથી જ મળશે, 12મીએ કહે છે રોકડેથી પણ મળશે!

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ મ્યુનિ.ને રાતોરાત બધું કેશલેસ કરી દેવું છે, પણ એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ નાના માણસનો વિચાર ન કરતા હોય તેવો મત
 • રોજ સવાર પડે ને અમદાવાદવાસીઓના મનમાં એક જ ફફડાટ રહ્યા કરે છે કે, આજે મુસીબતનું પોટલું લઈને કયો નવો ફતવો આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) હવે આગામી 15મી મેથી લોકડાઉન ખુલ્યા બાદ શાકભાજી, કરિયાણા તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેપારને અંશતઃ શરૂ કરવાનું નક્કી કરી લીધું છે. જો કે, આ વખતે પણ મ્યુનિ. દ્વારા રોજબરોજ ગૂંચવાડા ઊભા કરતા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જે નિર્ણયો લેવાય છે તેની કોઈ ઊંડાણપૂર્વકની ચોખવટ કરાતી નથી અથવા તો વિવાદ થતાં બીજા દિવસે નિર્ણય ફેરવી તોળાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ડિજિટલ પેમેન્ટના નિર્ણયમાં મ્યુનિ.એ કરેલી પાછીપાની છે. હજી ગઈકાલે જ AMCએ એક પ્રેસનોટ જારી કરીને શાકભાજી, કરિયાણા, દૂધ, ફળોની દુકાનો પર ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણીની વાત કરતી હતી. પરંતુ નોટબંધી 2.0ના નામે આ નિર્ણયની ફજેતી થતાં આજે મ્યુનિ.એ ફરી પ્રેસનોટ જારી કરીને ચોખવટ કરી છે કે રોકડથી પણ બધો વ્યવહાર થઈ શકશે.

UPI દ્વારા જ બધા પેમેન્ટના મ્યુનિ.ના ફતવાથી હોબાળો થયો હતો

AMC દ્વારા 11 મેએ જે પ્રેસનોટ જારી કરી હતી તેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, અમદાવાદમાં શાકભાજી, દૂધ, કરિયાણા, ફળો વગેરેની 17 હજાર દુકાનો માટે 100 ટીમો બનાવાઈ રહી છે. આ ટીમો દરેક દુકાને જઈ માલિકને UPI દ્વારા જ બધા પેમેન્ટ સ્વીકારવા માટે એપ ડાઉનલોડ કરી આપશે. રોકડનો વ્યવહાર બંધ કરીને ડિજિટલ પેમેન્ટ કરવાથી કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે. UPI દ્વારા જ બધા પેમેન્ટને લાગુ કરવાના ચક્કરમાં AMC એ ભૂલી ગઈ હતી કે દુકાનદારોને તો કેશલેસ બનાવી દેશે, પણ અમદાવાદના 50 કરોડ લોકોને કેશલેસ રાતોરાત કેવી રીતે બનાવશે અને તેમના કેવાયસી પણ કેવી રીતે પૂરા કરશે જેના વિના કેશલેસ વ્યવહાર કરવા શક્ય નથી.

રોકડનો વ્યવહાર સદંતર બંધ કરવો અમદાવાદમાં શક્ય જ નથી

અમદાવાદ શહેરમાં 70 લાખની વસતિ છે અને તેમાં 50 લાખ જેટલા સ્માર્ટફોન યુઝર હોવાનો અંદાજ છે. આવામાં બધી દુકાનો પર કેશલેસ વ્યવહાર કરી દેવાય તો રીતસરની અંધાધૂંધી ફેલાઈ જાય. સામાન્ય શાકની લારીવાળા કે કિરાણાની નાની દુકાન ધરાવનારા હજારો લોકો રોકડની તંગીને કારણે હેરાન-પરેશાન થઈ જાય કારણ કે તેઓ જ્યાંથી માલ ખરીદે છે તે એપીએમસી અને હોલસેલ માર્કેટમાં તો હજી મોટાભાગે એટલે કે એંશી ટકા વ્યવહાર રોકડમાં જ ચાલે છે. આવામાં સપ્લાય ચેઈન જ તૂટી જવાનું જોખમ રહેલું છે.

મ્યુનિ. 24 કલાકમાં જ નવો પરિપત્ર જારી કરી ખુલાસો કરે છે કે રોકડ ચાલશે

અમદાવાદને કેશલેસ બનાવવાની લ્હાયમાં AMC સત્તાવાળાઓએ કેવી મોટી ગરબડ કરી છે તેનો તેમને 24 કલાકમાં જ ખ્યાલ આવી ગયો હતો. આ કારણથી જ 12મીએ AMC સત્તાવાળાઓએ નવો પરિપત્ર જારી કરીને ચોખવટ કરી હતી કે કેશલેસ પેમેન્ટ ફરજિયાત નથી પણ મરજિયાત છે. જે કોઈ પણ રોકડમાં વ્યવહાર કરવા માગે તે કરી શકે છે. આ સ્થિતિમાં મ્યુનિ.ના નિર્ણયનો ફરી એક વાર ફજેતો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો