તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટરે દારૂ પીધો:અમદાવાદના કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પીતાં AMCના મેડિકલ ઓફિસર ઝડપાયા, પોલીસે પીધેલાનો કેસ કર્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા દરોડા દરમિયાનના વીડિયોમાં દારૂની બોટલ જણાય છે પરંતુ ફરિયાદમાં ઉલ્લેખ નથી

અમદાવાદના કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં રાત્રીના સમયે દારૂ પીતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મેડિકલ ઓફિસરને કાલુપુર પોલીસે ઝડપી પાડ્યા છે. જો કે કાલુપુર પોલીસને દવાખાનામાંથી દારૂની બોટલ મળી આવી નથી. જ્યારે દવાખાનામાં દરોડા દરમિયાન ઉતારેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં એક દારૂની બોટલ પણ જણાય છે. જો કે પોલીસે ડોક્ટર પાસેથી દારૂની બોટલ ન મળી હોવાનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી. પોલીસ ફરિયાદમાં પણ કાલુપુર પોલીસે જગ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. જેથી પોલીસે સમગ્ર બાબતને છૂપાવવાનો પ્રયાસ કર્યો હોય એમ જણાય છે.

વીડિયોમાં દેખાતી બોટલમાં દારૂ ન પણ હોઈ શકે
કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.જે ચુડાસમાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડોક્ટર ચિંતન પટેલ સામે દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે. વાઇરલ વીડિયોમાં જે બોટલ દેખાય છે એ દારૂની બોટલ હોઈ પણ ન શકે. જો કે આ બાબતે રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવે.

પોલીસના દરોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
પોલીસના દરોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

કંટ્રોલરૂમને મેસેજ મળતાં પોલીસ અર્બન હેલ્થ સેન્ટર પહોંચી
કાલુપુર પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ કાલુપુર પોલીસને કંટ્રોલરૂમનો મેસેજ મળ્યો હતો કે, કાલુપુર હાજા પટેલની પોળની સામે આવેલા સમજુબા સિરોજ સિનેટ અમુક લોકો રૂમમાં બેસીને દારૂ પીવે છે. જેથી કાલુપુર પોલીસની વન મોબાઈલ ગાડી મેસેજવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક મેસેજ કરનાર અને ચિંતનભાઈ દિનેશભાઇ પટેલ (ઉ.વ.38, ધંધો. નોકરી, રહે. 62, વૈભવ બંગલો, ઘાટલોડિયા) મળી આવ્યા હતા. જેમની તપાસ કરતા મોઢામાંથી દારૂ પીધેલા હોવાની તીવ્ર વાસ આવતી હતી. જેથી પોલીસે તેઓની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી અન્ય કોઈ ચીજવસ્તુ મળી આવી નથી.

પોલીસને દરોડા દરમિયાન એક લીલા રંગની દારૂની બોટલ પણ મળી હતી
પોલીસને દરોડા દરમિયાન એક લીલા રંગની દારૂની બોટલ પણ મળી હતી

એક લીલા રંગની બોટલ પણ મળી આવી હતી
કાલુપુર પોલીસના દરોડા દરમિયાન વાઇરલ વીડિયોમાં ટેબલ નીચેથી એક દારૂની બોટલ મળે છે, જે પોલીસકર્મી પોતાના હાથમાં લઈ લે છે. ગ્રીન કલરની બોટલ છે. જો કે પોલીસ ફરિયાદમાં દારૂનો કોઈ જ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શું મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર એવા ડોક્ટરને બચાવવા માટે પોલીસે ફરિયાદમાં દારૂની બોટલ નથી બતાવી? આ સમગ્ર મામલે તપાસ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...