વાહન વેરો નહીં ચૂકવી મ્યુનિ. તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડનારા અંદાજે 30 હજાર લોકોને બાકી ટેક્સ વસૂલવા નોટિસ અપાઈ છે અને હવે મ્યુનિ. તેમના ઘરે જઈને ટેક્સ વૂસલ કરશે.મ્યુનિ.એ વાહન વેરા પેટે 200 કરોડ વસૂલ કરવાના બાકી છે.
મ્યુનિ. ટુવ્હીલર, કાર, ઇ-વ્હીકલ 6 ટકા લેખે અને ઇમ્પોર્ટેડ વાહનો પર 12 ટકા લેખે લાઈફટાઈમ વાહન વેરો વસૂલે છે. આરટીઓ ઇન્સ્પેકટર એસોસિએશનના પ્રમુખ ડી.બી.વણકરે કહ્યું, વાહન ડીલરોને આરટીઓની કામગીરી સોંપતા પહેલા તમામ પાસાઓની ચકાસણી થવી જોઈએ.
આરટીઓના પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, આરટીઓની કામગીરી કોઇ પણ ખાનગી વ્યક્તિને સોંપાય તો ભવિષ્યમાં ઘણાં પ્રશ્નો સર્જાશે. આરટીઓ અને એએમસી ટેક્સ ચોરી વધશે. બોગસ સરનામાં પર વાહન રજિસ્ટ્રેશન થશે. બોગસ દસ્તાવેજોનો વારંવાર ઉપયોગ થશે. આરસીબુકમાં લોકલ ઓથોરિટીનો કોઇ રોલ નહીં રહે.
ટેક્સ ભર્યો હોય તો પહોંચ બતાવવી પડશે
નવા વાહનની ખરીદી કરનાર માલિક પાસે ટેક્સની પહોંચ હશે તો વાહન ડીલરના સ્થળે તપાસ કરાશે. ટેક્સ ચોરી સામે આવશે તો સંબંધિત ડીલર સામે પગલાં ભરાશે. અત્યાર સુધીમાં 30 હજાર વાહનમાલિકોને નોટિસ ફટકારાઇ છે. - જે.એન. વાઘેલા, ડે. કમિશનર, મ્યુનિ. ટેક્સ વિભાગ
વાહન વેરા પેટે વર્ષે 300 કરોડની આવક
વાહનના મ્યુનિ.ટેક્સની વાર્ષિક અંદાજિત 300 કરોડથી વધુની આવક થાય છે. જેની સામે અત્યાર સુધીમાં માત્ર 100 કરોડની આવક જ થઇ છે. પ્રત્યેક વાહન માલિકના ઘરે તપાસ માટે જવું પડશે. ખોટા સરનામા હશે તો વાહનના શોરૂમ પર જઇને તપાસ થશે. - મ્યુનિ. વાહન વેરા વિભાગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.