તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • AMC Issues Notice To 150 Hospitals As There Is No Fire NOC, 400 Out Of 1800 Hospitals In Ahmedabad City Do Not Have Fire Safety Certificate

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફાયર NOC નહીં હોવાથી 150 હોસ્પિટલને AMCની નોટિસ, અમદાવાદ શહેરની લગભગ 1800 હોસ્પિટલમાંથી 400 પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નથી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કસૂરવાર હોસ્પિટલોને એક સપ્તાહની મુદત, હવે સ્કૂલ, કોલેજો, ક્લાસીસનો વારો આવશે

શહેરમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નહીં ધરાવતી 400થી વધારે હોસ્પિટલ પૈકી 150ને ફાયરબ્રિગેડે નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં બાકી હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, ક્લાસીસ સહિત અન્ય એકમો જેમની પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નહીં હોય તેમને નોટિસ અપાશે.

શહેરમાં 1800 હોસ્પિટલ પૈકી 1400 પાસે ફાયર સેફ્ટી સર્ટીફીકેટ છે. ગત નવેમ્બરથી ફાયરબ્રિગેડે નોટિસ આપવા છતાં પણ સૂચના પાલન થતું ન હતું. નોંધનીય છેકે, 150 હોસ્પિટલને નોટિસ આપી એક સપ્તાહમાં એનઓસી મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

શહેરમાં મોટી સંખ્યામાં હોસ્પિટલ, સ્કૂલ- કોલેજ, ટ્યૂશન ક્લાસ પાસે ફાયર સેફ્ટી સર્ટીફીકેટ નથી. મ્યુનિ. ફાયરબ્રિગેડ પાસે સ્ટાફ મર્યાદીત છે ત્યારે આ જગ્યાઓ પર તપાસ માટે જવું પણ શક્ય નથી. આ સ્થિતિમાં ફાયર બ્રીગેડ કઇ રીતે કામ કરશે તે પણ એક શંકા પ્રેરક છે. ફાયર સેફ્ટી મેળવવા માટેની કેટલીક અરજીઓ તો મ્યુનિ. સિવિક સેન્ટરથી ફાયર બ્રીગેડના અધિકારી સુધી પહોંચી જ નહી હોવાની રજૂઆતો થઇ છે તો અધિકારીઓ પાસે પણ કેટલીક ફાઇલોનો ઢગલો થઇ ગયો હોવાથી તેની ચકાસણી કરવી પણ લાંબી પ્રક્રિયા છે.

આ હોસ્પિટલને નોટિસ ફટકારાઈ

 • ઉમા મલ્ટિ સ્પે. હોસ્પિટલ,
 • દેવ હોસ્પિટલ, એઇસી પાસે
 • મૌલી મેટરનિટી,AEC પાસે
 • અર્પિતા હોસ્પિટલ
 • હિરાબા હોસ્પિટલ, ઓઢવ
 • રાજપૂત હોસ્પિટલ, ઓઢવ
 • ઓમ વુમન હોસ્પિ., નરોડા
 • સ્પર્શ નિયોનેટલ, નરોડા
 • હેત મેડિકલ, મણિનગર
 • ન્યૂ લાઇફ, મણિનગર
 • પ્રેરણા હોસ્પિટલ, મણિનગર
 • દેવશ્ય સુપર સ્પે., વાડજ
 • કેન્સર એસોસિએટ્સ હોમ
 • સુગમ મલ્ટિ સ્પે. હોસ્પિ., સરદાર પટેલ બાવલા પાસે

NOC નહીં હોય તો કાર્યવાહી કરાશે
અમદાવાદના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટના જણાવ્યા અનુસાર જે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ છે તેમની યાદી મ્યુનિ. વેબસાઇટ પર છે. તે સિવાયની હોસ્પિટલો, સ્કૂલો-કોલેજ, ટ્યૂશન ક્લાસીસના સંચાલકોએ ફાયર સેફ્ટી સર્ટીફીકેટ મેળવી લેવું ફરજિયાત છે. નહીં તો કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો