તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં કોરોનાનો કહેર:AMC ‘બાર સાંધે છે ત્યાં તેર તૂટે’ છે, 1219 નવા બેડ ઊભા કર્યા ત્યાં એક જ દિવસમાં નવા 951 પોઝિટિવ કેસ આવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ.એ 18 ખાનગી હોસ્પિટલને કોવિડની સારવારની મંજૂરી આપતાં 1219 બેડ વધ્યા
  • હોસ્પિટલો પર ભારણ વધતાં હવે ગંભીર અને ઓક્સિજનની જરૂરવાળા દર્દી જ દાખલ કરાશે
  • સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં છેલ્લા 8 દિવસથી રોજના સરેરાશ 100 દર્દી આવે છે

શહેરમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 1 હજાર નજીક પહોંચવા આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 951 કેસ નોંધાયા હતા. જ્યારે 114 દિવસ પછી ફરી એકવાર કોરોનાથી 8 દર્દીના મૃત્યુ થયા હતા. 25 માર્ચથી સતત કેસની સંખ્યા 550થી વધુ આવી રહી છે. 1 એપ્રિલથી અત્યાર સુધીના માત્ર 8 દિવસમાં 5,870 કેસ નોંધાયા છે. એસવીપી, સિવિલ, સોલા સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં બેડ ભરાઈ ગયા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ 85 ટકા સુધી બેડ ભરાઈ ચૂક્યા છે.

કેસમાં સતત વધારો થતાં મ્યુનિસિપલ કોર્પોરેશને 18 ખાનગી હોસ્પિટલને કોવિડની સારવાર માટે મંજૂરી આપી છે. આ મંજૂરીથી બેડની સંખ્યામાં 1219નો ઉમેરો થયો છે. આ ખાનગી હોસ્પિટલો સરકારે બાંધેલી મર્યાદાથી વધુ ચાર્જ લઈ શકશે નહીં. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો મળી 9 હજારથી વધુ બેડ છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલ લગભગ ફૂલ થઈ ગઈ છે. મંગળવારે જ શરૂ થયેલી જીસીએસ અને એસએમએસ હોસ્પિટલમાં પણ એક દિવસમાં 30 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે.

હોસ્પિટલો પર ભારણ વધતાં ડોક્ટરો સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને ઘરે જ આઈસોલેટ થવા સમજાવી રહ્યા છે. હવે માત્ર ક્રિટિકલ અને ઓક્સિજન જરૂર હોય તેવા દર્દીને જ દાખલ કરાશે. દરમિયાન સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં છેલ્લા 8 દિવસથી રોજના સરેરાશ 100 નવા દર્દીનો ઉમેરો થઈ રહ્યો છે. એક સપ્તાહમાં 1200 બેડ, કિડની, કેન્સર અને નવી કિડની હોસ્પિટલમાં દાખલ થયા છે.

આ 18 હોસ્પિટલના 50% બેડ કોરોના માટે

હોસ્પિટલનું નામબેડ

ઝાયડસ હોસ્પિટલ, થલતેજ

275

કે.ડી. હોસ્પિટલ, એસજી હાઈવે

150
સ્ટર્લિંગ, મેમનગર156.00

નારાયણા હૃદયાલય, રખિયાલ

150

સેવિયર હોસ્પિટલ, નવરંગપુરા

55
પારેખ્સ, શ્યામલ25

એશિયન બેરિયાટ્રિક્સ, બોડકદેવ

50
સિંધુ, કુબેરનગર50

સિદ્ધિ વિનાયક, મણિનગર

50

પુખરાજ, સાબરમતી

37

એવરોન, નારણપુરા

32

કર્ણાવતી, એલિસબ્રિજ

29
દેવસ્ય, વાડજ25

લોખંડવાલા, દરિયાપુર

25
એપોલો, બાપુનગર35
કર્મદીપ, બાપુનગર25

સેટેલાઈટ હોસ્પિ., સેટેલાઈટ

25
ચૌધરી, નરોડા25
કુલ1219

​​​​​​​થલતેજના સુવાસ એપાર્ટમેન્ટના 202 મકાન માઈક્રો કન્ટેઈનમેન્ટમાં

થલતેજમાં આવેલા સુવાસ એપાર્ટમેન્ટના 202 મકાનને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાતા 750 લોકોની અવર-જવર પર નિયંત્રણ આવી ગયું છે. આ ઉપરાંત શહેરના અન્ય 34 વિસ્તાર પણ કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે. જ્યારે 18ને મુક્ત કરવામાં આવ્યા છે.

ખાનગી હોસ્પિટલોના કુલ 4437માંથી હવે માત્ર 648 બેડ ખાલી રહ્યાં છે

બેડનો પ્રકારકુલ બેડભરેલાખાલી બેડ
આઈસોલેશન16761372 (82%)304 (18%)
એચડીયુ17881556 (87%)232 (13%)

વેન્ટિલેટર વગરના ICU

652.00579 (89%)73 (11%)

વેન્ટિલેટર સાથે ICU

321282 (88%)39 (12%)
કુલ4,4373789 (85%)648 (15%)

​​​​​​​જિલ્લામાં 4 મહિના પછી કોરોનાથી એકનું મોત, નવા 26 કેસ નોંધાયા

અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 26 નોંધાયા છે. જ્યારે ચાર મહિના પછી એકનું મોત નોંધાયું છે. કોરોના પોઝિટિવના કુલ કેસનો આંકડો 4337 પર પહોંચ્યો છે. ગુરુવારે સૌથી વધુ સાણંદમાં 10 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બીજી લહેરમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો છેલ્લાં બે દિવસથી 19 હતો, જેમાં આજે પાંચનો વધારો થતાં મોતનો આંકડો વધીને 61 થયો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલાએ કહ્યું કે, જિલ્લામાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો