તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કોસ્ટ:કોરોના કાબૂમાં લેવા AMCએ રૂ. 445 કરોડ ખાનગી હોસ્પિટલમાં ચૂકવ્યા, દિવાળી બાદ કેસો વધતાં હોસ્પિટલોને રૂ. 50 કરોડ ચૂકવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ રૂ. 15 કરોડ પશ્ચિમ ઝોનમાં આવેલી હોસ્પિટલોને ચૂકવાયા

દિવાળીના તહેવાર અને બાદમાં કોરોનાના કેસો અમદાવાદ શહેરમાં વધતાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80માંથી બીજી 20 હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી તેમાં AMC ક્વોટા ઊભો કર્યો હતો. કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ 10 હોસ્પિટલને ડીનોટિફાય કરી ખાનગી હોસ્પિટલોને ચૂકવાતી રકમ રિવાઇઝ્‌ડ કરવામાં આવી છે. કોરોના દર્દીઓને સારવાર આપવા બદલ મ્યુનિ.કોર્પોરેશને રૂ. 48 કરોડની ચુકવણી હોસ્પિટલોને કરી છે, જેમાં સૌથી વધુ રૂ. 15 કરોડ પશ્ચિમ ઝોનમાં આવેલી હોસ્પિટલોને ચૂકવાયા છે.

30 નવેમ્બર સુધી કોર્પોરેશને હોસ્પિટલોમાં રૂ. 48 કરોડ ચૂકવ્યા
શહેરની 105 જેટલી ખાનગી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ છે, જેમાં AMC ક્વોટા રાખવામાં આવ્યો છે. આ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર પેટે 30 નવેમ્બર સુધી કોર્પોરેશને રૂ. 48 કરોડ ચૂકવ્યા છે, જેમાં પશ્ચિમ ઝોનમાં રૂ. 15 કરોડ, ઉત્તર ઝોનમાં રૂ. 13.50 કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં રૂ. 6 કરોડ, પૂર્વ ઝોનમાં રૂ. પાંચ કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રૂ ચાર કરોડ, દક્ષિણ ઝોનની ખાનગી હોસ્પિટલોને રૂ. ત્રણ કરોડ અને મધ્ય ઝોનમાં આવેલી હોસ્પિટલમાં રૂ. 1.50 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

દર્દીઓની દવા વગેરેની ખરીદી માટે રૂ. 140 કરોડનો ખર્ચ થયો
નવેમ્બર મહિનાના અંત સુધીમાં કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલમાં સારવાર અને ટેસ્ટિંગ ખર્ચ સહિત કુલ રૂ. 445 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે પૈકી રૂ.135 કરોડનો ખર્ચ એસ.વી.પી. હોસ્પિટલમાં થયો છે. એસવીપીમાં દર્દીઓની સારવાર, ભોજન વ્યવસ્થા, દવા, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે કોરોના કિટ, ફુડ પેકેટ્‌સ, પેટ્રોલ વગેરે માટે રૂ. 135 કરોડનો ખર્ચ થયો છે. કોરોના દર્દીઓની સારવાર તેમજ શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટિંગ માટે દવા વગેરેની ખરીદી માટે રૂ. 140 કરોડનો ખર્ચ થયો છે, જેમાં રેપિડ એન્ટિજન ટેસ્ટની કિટની ખરીદી માટે રૂ.115 કરોડનો ખર્ચ થયો છે, જ્યારે PPE કિટ, રેમડેસિવિર ટોસિલિઝુમેબ જેવાં મોંઘાં ઈન્જેક્શન, એન્ટીબાયોટિક સહિત તમામ પ્રકારની દવા, પી.પી.ઈ.કિટ, થર્મલગન, ગ્લોવ્ઝ, ઓક્સિમીટર વગેરેની ખરીદી માટે રૂ.20 કરોડ જેટલો ખર્ચ થયો હોવાનો અંદાજ છે, એમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો