અમદાવાદ શહેરમાં બાંધકામની વિકાસ પરવાનગીની મંજૂરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં એફ.એસ.આઇ. સહિતની ફી તેમજ ચાર્જીસ વગેરેની કુલ ભરવાપાત્ર રકમ રૂ. 25 લાખથી વધુ થતી હોય તો જો અરજદાર દ્વારા હપ્તામાં રકમ જમા કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બાંધકામની વિકાસ પરવાનગી માટે હપ્તામાં રકમ માટેની ત્રણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
આ યોજના બાબતે વધુમાં જણાવવામાં આવ્યું છે કે, હપ્તાનો વિકલ્પ સ્વીકારેલો હોય પરંતુ બાંધકામ પૂર્ણ થઇ બી.યુ પરમિશન માટે અરજી કરવામાં આવે તે સમયે જે હપ્તા બાકી હશે, તે તમામ રકમ જમા કરાવવાની રહેશે. અરજદારે તમામ હપ્તાના એડવાન્સ ચેક જમા કરાવવાના થાય તેમજ ચેક રિટર્ન થાય તેવા કિસ્સામાં એકાઉન્ટ વિભાગ દ્વારા અન્ય ચેક રિટર્નના કિસ્સામાં જે પ્રમાણે પેનલ્ટીની રકમ વસુલ લેવામાં આવે છે તે નીતિ મુજબ પેનલ્ટી વસૂલ લેવાની રહેશે.
યોજના-1: એક સાથે રકમ જમા કરાવવાનો વિકલ્પ
નવા વિકાસ પરવાનગીના પ્રકરણોમાં સી.જી.ડી.સી.આર. મુજબ થતી કુલ ભરવાપાત્ર રકમની 10 ટકા રકમ રજાચિઠ્ઠી અગાઉ મંજુરી વખતે ભરે અને બાકીના ૯૦% રકમ રજાચિઠ્ઠીની તારીખથી બે મહિનાની સમય મર્યાદામાં જમા કરાવે તેવા કિસ્સામાં વ્યાજરહિત રકમ જમા કરાવી શકે તેવી સુવિધા આપવાની રહેશે.આ વિકલ્પ 30 June, 2022 સુધી આપવામાં આવતી વિકાસ પરવાનગીના પ્રકરણોમાં જ આપવાનો રહેશે.
યોજના-2: એક વર્ષના હપ્તા
નવા વિકાસ પરવાનગીના પ્રકરણોમાં સી.જી.ડી.સી.આર. મુજબ થતી કુલ ભરવાપાત્ર રકમની 20 ટકા રકમ રજાચિઠ્ઠી. અગાઉ પ્રથમ ભરે તો. બાકીના 80 ટકા રકમના એક વર્ષના હપ્તા 6 ટકા (બેંક રેટ) + 2 ટકા વહીવટી ચાર્જ મળી કુલ 8 ટકા મુજબ ગણત્રી કરી, રજા-ચિટ્ટીની તારીખથી એક સરખા છ હપ્તામાં (દ્વિ-માસિક) REDUCING RATE સાથે આપવાનો રહેશે
યોજના-3: બે વર્ષના હપ્તા
ઉપરોક્ત યોજનાના વિકલ્પ પ્રવર્તમાન બે વર્ષના ત્રિમાસિક આઠ હપ્તાની નીતિ મુજબ નવા વિકાસ પરવાનગીના પ્રકરણોમાં સી.જી.ડી.સી.આર. મુજબ થતી કુલ ભરવાપાત્ર તમામ રકમની 25 ટકા રકમ રજા ચિઠ્ઠી અગાઉ મંજુરી વખતે ભરે અને બાકીના 75 ટકા રકમના બે વર્ષના હપ્તા માટે 6 ટકા (બેંક રેટ) + 2 ટકા વહીવટી ચાર્જ મળી કુલ 8 ટકા મુજબ ગણત્રી કરી, રજાચિઠ્ઠીની તારીખથી એક સરખા બે વર્ષમાં આઠ હપ્તામાં (ત્રિમાસિક) REDUCING RATE સાથે આપવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.