તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:4.73 લાખ રોપા રોપવા AMCને 3.5 લાખ ચો.મી. જમીન ફાળવાઈ; જિલ્લા કલેકટરને પત્ર લખાયાના ત્રણ દિવસમાં જમીન ફાળવાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • વિવિધ વિસ્તારની પડતર અને ગૌચરની કલેક્ટર હસ્તકની જમીન સોંપાઈ

શહેરને ગ્રીનકવર વધારવા માટે અલગ અલગ વિસ્તારની પડતર અને ગૌચરની કલેકટર હસ્તકની 3.5 લાખ ચો.મી. જમીન મ્યુનિ.ને સોંપી છે. જ્યાં મ્યુનિ. તંત્ર વૃક્ષારોપણ કરી શકશે. આ 34 પ્લોટ માં 4.73 લાખ વૃક્ષ વવાશે.

અમદાવાદ કલેકટરે શહેરમાં કુલ 3.5 લાખ ચો.મી.ના 34 પ્લોટ મ્યુનિ.ને સોંપવાનો હુકમ કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટના પ્રયાસોને કારણે જિલ્લા કલેકટરે 3 દિવસમાં આ પ્લોટ સોંપવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છેકે, ખાલી પડી રહેતા આ પ્લોટમાં ભારે ગંદકી થતી હોય છે. હવે આ વિસ્તારમાં ગ્રીનરી ઉભી કરાશે. 3.5 લાખ ચો.મી. જગ્યામાં 1 લાખ ચો.મી. જગ્યામાં મીયાવાકી પદ્ધતિથી 4 લાખ વૃક્ષો વાવવામાં આવશે. બાકીની 2.5 લાખ ચો.મી. જમીન પર ગીચ વૃક્ષારોપણ દ્વારા 73 હજાર વૃક્ષ ઉછેરાશે.

ઘાટલોડિયામાં સૌથી વધુ 14 પ્લોટ ફાળવાયા

વિસ્તારપ્લોટ
વેજલપુર

10 (મકરબામાં 8 અને સરખેજમાં 2)

ઘાટલોડિયા

14 (આંબલી 1, શીલજ 5, ચેનપુર 1, સોલા 1, ગોતા 3,

છારોડી -1, અને ઓગણજમાં 2)

સાબરમતી

2 (રાણીપમાં 1 અને ચાંદલોડીયામાં 1)

વટવા

6 (ઓઢવમાં 6 પ્લોટ)

મણિનગર

2 (ઇસનપુરમાં 1 અને ખોખરામાં 1 પ્લોટ)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...