• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AMC Hall, Party Plot Will Have Different Morning evening Rent, If Rented For A Shorter Time, You Can Get 40 50% Discount On Full Day Rent.

નિર્ણય:AMC હોલ, પાર્ટી પ્લોટમાં સવાર-સાંજ જુદું ભાડું રહેશે, ઓછા સમય માટે ભાડે લેવાય તો આખા દિવસના ભાડામાં 40-50% રાહત મળી શકે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

શહેરમાં મ્યુનિ. સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ સામાન્ય રીતે વર્ષમાં માંડ 50-60 દિવસ લગ્નના મુહૂર્ત હોય ત્યારે જ ભાડે લેવાતાં હોય છે. જો કે હવે હોલ કે પાર્ટી પ્લોટનો ઉપયોગ લોકો વધુ સારી કરી શકે તેે માટે ઓછા સમય માટે ભાડે રાખનારને ખુબ ઓછા ભાવે હોલ મળે તેવું ભાડું નક્કી કરવા સૂચવાયું છે.

હોલ કે પાર્ટી પ્લોટ જો માત્ર બેસણાં માટે સવારના સમયે ભાડે લેવાય તો તેનું ભાડું માત્ર 25 ટકા જ લેવાય છે, જો અન્ય પ્રસંગ માટે લેવાય તો આખા દિવસનું ભાડું લેવાય છે. હવે આ સ્થિતિમાં સુધારો કરીને કોઇ વ્યક્તિ માત્ર સવાર કે સાંજના સમયે જ ચોક્કસ સમય માટે હોલ કે પાર્ટીપ્લોટ લેવા ઇચ્છે તો તેને ભાડામાં 40-50 ટકા ઘટાડી આપવા માટે માટે ટાઉન પ્લાનિંગ કમિટીએ સૂચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...