તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

AMCની સામાન્ય સભા:153માંથી 5 કાઉન્સિલર કોરોના પોઝિટિવ, 20 હોમ ક્વોરન્ટીન થયા, 120 કોર્પોરેટર હાજરી આપશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

6 મહિના બાદ પહેલીવાર ફિઝિકલ સામાન્ય સભા મળી રહી છે, જેને લઈને છેલ્લા બે દિવસથી તમામ કાઉન્સિલરના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપનાં પાંચ કાઉન્સિલર કલાબેન યાદવ(કુબેરનગર), બિપિન સિક્કા(સરદારનગર), ઉર્વશીબેન ડાભી(સરદારનગર), પંકજસિંહ સોલંકી(વટવા) અને જેઠીબેન ડાંગર(સરખેજ વોર્ડ)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 20થી વધુ કાઉન્સિલર હોમ ક્વોરન્ટીન થયા છે. અમિત શાહે જણાવ્યું છે કે 100 કરતાં વધુ લોકોના મેળાવડા નહીં કરવાના નિર્ણય સામે 190 કાઉન્સિલરની સભાના આયોજન અંગે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝ, માસ્ક અને ઓનલાઇન પ્રક્રિયાને કારણે સામાન્ય સભામાં 100થી 120 જેટલા કાઉન્સિલર હાજરી આપશે.

190માંથી 80 કોર્પોરેટર હાજર રહેશે
સભામાં હાજરી માટે ઓફ્ફલાઈન અને ઓનલાઈન બંને વિકલ્પ માટે છૂટ આપવામાં આવી છે, જેને કારણે 190 કોર્પોરેટરમાંથી કોંગ્રેસના 22 સહિત માત્ર 80 કોર્પોરેટર જ બોર્ડમાં ઓફફલાઈન હાજર આપશે, જ્યારે અન્ય તમામ ઓનલાઈન હાજર રહેશે.

કમિશનર અને ડે. કમિશનરોએ પણ ટેસ્ટ કરાવ્યા
બુધવારે જે કાઉન્સિલરોનો પાલડી ટાગોર હોલમાં RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો એમાં 50 કાઉન્સિલર અને 12 સપોર્ટ સ્ટાફ હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી છે, જેને સારવાર માટે મોકલવામાં આવી છે. આજે નવાવાડજના કાઉન્સિલર જિજ્ઞેશ પટેલ, સાબરમતીના કાઉન્સિલર ચેતન પટેલ, વેજલપુરના કાઉન્સિલર દિલીપ બગરિયા, ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખ સહિતના કાઉન્સિલરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. ઉપરાંત કમિશનર મુકેશકુમાર, ડેપ્યુટી કમિશનરો સહિતના અધિકારીઓએ પણ ટેસ્ટ કરાવ્યા હતા.

ઓનલાઇન હાજર રહેવા કાઉન્સિલરે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી
બે દિવસ પહેલાં મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા તમામ કાઉન્સિલરોને પરિપત્ર મોકલી જાણ કરવામાં આવી હતી કે 25મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસમાં વિડિયો-કોન્ફરન્સની જગ્યાએ, પાલડી ટાગોર હોલ ખાતે ફિઝિકલ સામાન્ય સભા મળશે. 23 અને 24 સપ્ટેમ્બરના રોજ સવારે 9થી 5 વાગ્યા સુધી તમામ કાઉન્સિલરોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. જે કાઉન્સિરનો રિપોર્ટ પોઝિટિવ આવે તેમણે ઓનલાઇન સભામાં હાજર રહેવાનું રહેશે. જે કાઉન્સિલર ઓનલાઇન સભામાં હાજર રહેવા માગતા હોય તેમણે 24 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં મેયર બીજલ પટેલની ઓફિસમાં અધિકારીઓને જાણ કરવાની રહેશે અને તેમને જ ઓનલાઇન સભાની લિંક મોકલવામાં આવશે.

સામાન્ય સભામાં મીડિયાને પ્રતિબંધ
કોરોનાની મહામારીમાં અનલોક બાદ રાજ્યનાં અન્ય મહાનગરોની દર મહિને પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે ફિઝિકલ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સામાન્ય સભા મળતી હતી, પરંતુ રાજ્યના સૌથી મોટા, સ્માર્ટ સિટી અને વધુ વસતિ ધરાવતા અમદાવાદ શહેરના કોર્પોરેશનના સત્તાધીશોને ચૂંટણી નજીક આવતાં ફિઝિકલ સામાન્ય સભા કરવાની યાદ આવી છે. હજી કોરોના ડરથી કે પ્રજાના ડરથી સત્તાધીશો દાણાપીઠ કોર્પોરેશનની મુખ્ય ઓફિસે બેસતા નથી? પ્રજાથી દૂર રહેતા સત્તાધીશોને આગામી ચૂંટણી યાદ આવી જતાં હવે ઓનલાઇનની જગ્યાએ ફિઝિકલ સભા યોજશે. આ સભામાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને આ મુદ્દે વિપક્ષ પણ સૂચક મૌન સેવી રહ્યું છે, જેથી સ્પષ્ટ છે કે પ્રજાના પ્રશ્નોની ચર્ચામાં મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો