તંત્રની નિષ્ફળ કામગીરી:AMCને જમાલપુર, લાલદરવાજા,કાલુપુર અને દરિયાપુરમાં માસ્ક વિના ફરતા માત્ર 44 લોકો જ મળ્યાં, 6 દિવસમાં 1168 લોકો સામે કાર્યવાહી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દુકાનોમાં માસ્ક વિના બેઠેલા લોકો દંડાયા - Divya Bhaskar
દુકાનોમાં માસ્ક વિના બેઠેલા લોકો દંડાયા
  • 1 થી 9 જાન્યુઆરીમાં માત્ર 6 દિવસ જ શહેરમાં AMCએ ચેકિંગ કર્યું
  • રવિવારે ભીડ હોવાથી ચેકિંગ કરીને લો ગાર્ડનના V MARTને સીલ કર્યું

રાજ્યમાં કોરોનાના કેસો બેફામ ગતિએ વધી રહ્યા છે અને અમદાવાદ શહેર હવે કોરોનાની ત્રીજી લહેરમાં ફરી એક વાત એપી સેન્ટર બન્યું છે ત્યારે શહેરમાં લોકો હજી પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસ જાળવતા નથી. કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કોરોનાના ગાઈડલાઈનના પાલનમાં નબળી કામગીરી સામે આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ 1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરીમાં 6 દિવસ શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ જાળવવા અંગેની ચેકિંગ દરમ્યાન માત્ર 1168 લોકો જ નિયમનો ભંગ કરતા મળી આવ્યા હતાં. જેઓને રૂ. 1000નો દંડ કરી કુલ રૂ. 11.68 લાખ દંડ વસુલ કર્યો છે. રવિવારે લો-ગાર્ડન વિસ્તારમાં આવેલું V- MART સોશિયલ ડિસ્ટનસને લઈ સીલ કરવામાં આવ્યું છે.

લોકો બેદરકાર બનશે તો તંત્ર દંડ વસૂલશે
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો હવે બે હજારને પાર પહોંચ્યા છે એક સાથે સતત કેસો વધી રહ્યા છે ત્યારે લોકો હજી પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસ જાળવવામાં બેદરકાર જણાય છે. લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની પણ છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જાણે કામગીરી કરવા માટે દરેક વિભાગમાં ઉદાસીન હોય છે તેમ આ કામગીરીમાં પણ તેઓની નબળાઈ સામે આવી છે.

શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના ફરતા લોકોને દંડવામાં આવ્યા હતાં. માસ્ક વિનાને માસ્ક પણ અપાયા હતાં
શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના ફરતા લોકોને દંડવામાં આવ્યા હતાં. માસ્ક વિનાને માસ્ક પણ અપાયા હતાં

15 દિવસમાં કોટ વિસ્તારમાં માસ્ક વિનાનો વ્યક્તિ જ ના મળ્યો
1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધીમાં માત્ર છ દિવસ જ તેઓએ અમદાવાદમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગરના લોકોનું ચેકિંગ કર્યું હતું. અમદાવાદના મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તાર જ્યાં સૌથી વધુ લોકો માત્ર વગર રખડતા હોય છે ત્યાં તેઓએ બે દિવસ તો ચેકિંગ જ નથી કર્યું અને તેઓને 15થી વધારે એક પણ માસ્ક વગરનો વ્યક્તિ કોટ વિસ્તારમાંથી મળી આવ્યો નથી જેથી સ્પષ્ટ જણાય છે કે કોર્પોરેશનનું તંત્ર મધ્ય ઝોનમાં દરેક વખતે કામગીરીમાં નબળું થતું થયું છે.

રવિવારે AMCએ માસ્ક વિનાના લોકો સામે કરેલી કાર્યવાહી
રવિવારે AMCએ માસ્ક વિનાના લોકો સામે કરેલી કાર્યવાહી

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે 1થી 9 જાન્યુઆરીના રોજ ચેકિંગ કર્યું હતું. જ્યાં લોકો સૌથી વધુ માફ અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા અને તેઓને દંડ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તાર એવા જમાલપુર, દરિયાપુર, કાલુપુર ખાડિયા, લાલ દરવાજા જેવા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સૌથી વધુ 14 જેટલા જ લોકો માત્ર વગર મળ્યા હતા. મધ્ય ઝોનમાં આવતું ભદ્ર લાલ દરવાજા બજાર જ્યાં સૌથી વધુ લોકોની ભીડ થાય છે ત્યાં માસ્ક વગર 100 જેટલા લોકો પણ મળી આવે છતાં પણ ત્યાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કાર્યરત નથી.