AMC એક્શનમાં:ફાફડા-જલેબી ખાધાના 15 દિવસ પછી ખબર પડશે કે ખાવા યોગ્ય હતા કે નહીં!, ​​​​​​​અમદાવાદમાં આવતીકાલથી ફૂડ વિભાગ ચેકિંગ કરશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકમાર્કેટ, ખાણીપીણી બજાર વગેરે જગ્યાએ રાત્રી સફાઈ ન થતી હોવાની ફરિયાદ ઉઠી
  • ફાફડા, જલેબી, ખાદ્ય પદાર્થનાં સેમ્પલ ચકાસણી માટે મોકલ્યાં પછી લેબ રિપોર્ટ 15 દિવસે આવે છે

દશેરા અને દિવાળીના તહેવારને ધ્યાને લઇ તમામ વિસ્તારમાં ફાફડા-જલેબી, મીઠાઈની દુકાનો પર ચેકિંગ કરવા મ્યુનિ. હેલ્થ ખાતાને આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિ. 3 દિવસમાં રોજ 12 સેમ્પલ લેશે. જો કે, ફાફડા-જલેબી ખાઈ લીધાના 15 દિવસ પછી ખબર પડશે કે તે ખાવા માટે યોગ્ય હતા કે નહીં? એટલે ફાફડા-જલેબીનો રિપોર્ટ 15 દિવસ બાદ આવશે.

નમૂના લઈ રિપોર્ટ 15 દિવસમાં સોપવામાં અધિકારીઓને સૂચના
હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે દશેરાએ શહેરમાં નાની મોટી દુકાનો ખોલીને જલેબી અને ફાફડા વેચે છે તેવા સ્ટોલ પર આવતીકાલથી 3 દિવસ સુધી ચેકિંગ કરવામાં આવશે. તમામ વિસ્તારમાં રોજના 12થી 15 નમૂના લઈ તેનો રિપોર્ટ 15 દિવસમાં રિપોર્ટ સોપવામાં આવે તેવી પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ફરસાણની દુકાનોમાં ઉપયોગમાં થતાં રો મટિરિયલ હોય છે તેના નમૂના લેવા માટે તાકીદ કરવામાં આવી છે.અત્યારે કોર્પોરેશન પાસે માત્ર 16 જેટલા જ ફૂડ ઇસપેકટર છે અને બાકીના ક્લાર્ક છે. ફૂડ વિભાગ પાસે સ્ટાફની કમી હોવાના કારણે કામગીરી ધીમી થઈ રહી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

શહેરમાં રાત્રે 12 વાગ્યા પછી પણ ખાણી પીણીના બજારો ધમધમતા હોય છે
તહેવારોમાં રાત્રિ કરફ્યુ 12 વાગ્યા સુધી છે છતાં રાતના સમયે ખાણી પીણીના બજારો ધમધમતા હોય છે. ત્યાં વધારે પ્રમાણમાં કચરો પણ થતો હોય છે તેવા કોમર્શિયલ પ્લોટો જેવા કે માણેકચોક, કાલુપુર, રતનપોળ, શાક માર્કેટ જેવા જ્યાં સફાઈ સવારે કરવી અશક્ય છે તેવા પ્લોટો અને બજારોમાં રાત્રિ સફાઈ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી સમયમાં પૂરા અમદાવાદમાં જ્યાં જરૂર છે ત્યાં સફાઈ યોગ્ય થાય તે માટેની સૂચન આપવામાં આવ્યું છે. સાત ઝોનમાં કુલ 322 જેટલા સફાઈ કર્મચારી છે અને જેમાં 186 જેટલા કર્મચારી એકલા મધ્યઝોનમાં છે જેથી સફાઈ યોગ્ય રીતે થાય તે માટે આજે કમિટીમાં સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક રોડ પર ધૂળ ના રહે તે માટે હવે બોપ કેટ મશીનથી પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જોકે વરસાદ હવે વિરામ લઈ રહ્યો છે જેને લઈને હવે કામગીરી શરૂ કરવામાં આવી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

દરેક ઝોનમાંથી 2 પાણીના નમૂના લેવામાં આવશે
શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે જે જોતાં હવે હેલ્થ અને સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા દરેક ઝોનમાંથી પાણીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પણ લોકો પાણીના વેપાર કરે છે ત્યાં પણ આ પાણીના નમૂના લેવામાં આવશે. દરેક ઝોનમાંથી 2 પાણીના નમૂના લેવામાં આવશે. ઉપરાંત ઝોનમાં જે પણ ભંગાર અને કબાડીનો ધંધો કરે છે તેવા લોકોના ત્યાં પણ મચ્છર બ્રિડિંગ માટે ચેકિંગ કરવામાં આવશે. સાથે સાથે ત્યાં રહેલા જૂના ટાયર અને વધારાના સમાનનો નિકાલ કરવામાં આવે પણ સૂચના આગામી સમયમાં આપવામાં આવશે.

મ્યુનિ. હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેરમાં ફૂડ સેફ્ટી પ્રત્યે યોગ્ય ધ્યાન આપવા માટે તંત્રને તાકીદ કરવામાં આવી હતી. જે સાથે શહેરમાં દશેરા અને દિવાળીના દિવસોમાં વિશેષ અભિયાન ચલાવવા માટે પણ નિર્દેશ આપવામાં આ‌વ્યો છે. જોકો મ્યુનિ. પાસે જે લેબોરેટરી છે તેમાં તપાસ સહિતની પ્રક્રિયામાં રિપોર્ટ આવતાં લગભગ 15 દિવસ જેટલો સમય લાગે છે. ફાફડા - જલેબી જેવો ખોરાક વિક્રેતાઓ માત્ર 3 દિવસમાં જ વેચાણ કરી દે છે, ત્યારે નાગરિકો અખાદ્ય ફાફડા જલેબી ઘરે લઇ જઇને ખાય તો પણ તેમને મ્યુનિ. દ્વારા લેવાયેલા સેમ્પલથી 3 દિવસે જ ખબર પડે કે ખરેખર શું સ્થિતિ છે?

આ ઉપરાંત હોસ્પિટલ કમિટીમાં તમામ 48 વોર્ડમાં પીવાના પાણીના અઠવાડિયે 1 થી 2 સેમ્પલ લેવા માટે નિર્દેશ આપવામાં આ‌વ્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુથી નાગરિકોને બચાવવા માટે પણ યોગ્ય સફાઇ અભિયાન તેમાં પણ ભંગાર રાખતા વેપારીઓને ત્યાં પણ તપાસ કરવા નિર્દેશ આપવામાં આ‌વ્યો છે. શહેરમાં યોગ્ય રાત્રિ સફાઇ થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કોમર્શિયલ વિસ્તારો જ્યાં બપોરે કે સવારે સફાઇ થઇ શકતી ન હોય તેવા વિસ્તારમાં વિશેષ રીતે રાત્રિ સફાઇ થાય તેવા નિર્દેશ આપવા માટે સૂચના આપવામાં આવી છે. જરૂર પડે મ્યુનિ. બોબકટ મશીનનો ઉપયોગ કરીને રસ્તા પરની ધૂળની સફાઇ કરે તેવી સૂચના આપવામાં આવી છે. દર વખતે મ્યુનિ. હેલ્થ વિભાગ તહેવારો સમયે સેમ્પલ લે છે પરંતુ તેનો રિપોર્ટ તહેવાર પૂરાં થઈ ગયા બાદ આવે છે.

અન્ય સમાચારો પણ છે...