કોર્પોરેશનની એક્શન:અમદાવાદમાં ઓછા પ્રેશરથી પાણીની ફરિયાદ બાદ AMCએ ગેરકાયદે કનેક્શન શોધ્યા, 32 કનેક્શન કાપ્યાં અને 23 મોટરો જપ્ત

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • એન્જિનિયરિંગ વિભાગ દ્વારા શહેરમાં ગેરેજ અને સર્વિસ સ્ટેશનના ગેરકાયદે હોય તેવા જોડાણો કાપ્યા

ઉનાળામાં વધતી જતી ગરમીને કારણે પાણીનો વપરાશ પણ વધી જાય છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં અપૂરતા પ્રેશરથી પાણી આવતું હોવાની ફરિયાદોને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા શહેરમાં ગેરેજ અને સર્વિસ સ્ટેશનના ગેરકાયદેસર જોડાણો કાપવામાં આવ્યા છે. શહેરના કોટ વિસ્તારમાં 32 જેટલા ગેરેજ અને સર્વિસ સ્ટેશનના જોડાણો આપવામાં આવ્યા છે. જ્યારે 23 જેટલી મોટરો જપ્ત કરવામાં આવી છે.

કોર્મશિયલ એકમો સામે ઝૂંબેશ
શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણીનો પૂરવઠો મળી રહે તે હેતુસર ગેરકાયદે જોડાણો દૂર કરવામાં આવે છે. કોમર્શિયલ એકમોમાં પાણીના ગેરકાયદે જોડાણો કરનારા સામે હાથ ધરાયેલી ઝૂંબેશના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગેરેજ અને સર્વિસ સ્ટેશન સહિત પાણીનો વધુ વપરાશ ધરાવતા કોમર્શિયલ એકમો દ્વારા ઈલેક્ટ્રિક મોટર મારફતે પાછી ખેંચી લેવામાં આવતું હોય છે અને તેના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણીનો પૂરતો સપ્લાય આપી શકાતો નથી અને તેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ક્યાં કનેક્શન કપાયા તેની યાદી જાહેર કરાઈ નથી
શહેરીજનોને પીવાના પાણીનો સપ્લાય મેળવવામાં મુશ્કેલી ન પડે તે હેતુસર ગેરકાયદે જોડાણો કરનાર અને મોટરિંગ કરીને પાણી ખેંચી લેનારા સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, મધ્ય ઝોન દ્વારા કયા-કયા ગેરેજ અને સર્વિસ સ્ટેશનના ગેરકાયદે કનેક્શન આપવામાં આવ્યા છે, તેની યાદી આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...