ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું:​​​​​​​અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં AMCએ રૂ.32 કરોડના રિઝર્વ પ્લોટને ખાલી કરાવી કબ્જો મેળવ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 કાચા પાકા ઝુંપડા દૂર કરી 7800 ચોરસ મીટર જગ્યાનો કબ્જો મેળવ્યો છે

અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક રિઝર્વ પ્લોટ પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દેવામાં આવ્યો છે. જેને હવે ખાલી કરાવી કબજો મેળવવાની ઝુંબેશ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાવવામાં આવી રહી છે. આજે પૂર્વ ઝોનમાં રામોલ હાથીજણ વોર્ડમાં આવતા વિંઝોલ વિસ્તારમાં ગજાનંદ એસ્ટેટ પાસે ટીપી સ્કીમ 91માં આવેલો મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂ.32 કરોડની કિંમતનો રીઝર્વ પ્લોટનો કબ્જો એસ્ટેટ વિભાગે મેળવ્યો છે. સેલ ફોર ઈન્ડસ્ટ્રીયલ માટેના ફાઇનલ પ્લોટ નંબર 91ના રીઝર્વ પ્લોટમાં 6 કાચા પાકા ઝુંપડા દૂર કરી 7800 ચોરસ મીટર જગ્યાનો કબ્જો મેળવ્યો છે.

કોર્ટમાં મેટર નીકળી જતા બાંધકામ તોડી કબ્જો લેવાયો
બે દિવસ પહેલા શહેરના મકરબા વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે રૂ. 11.50 કરોડની બજાર કિંમતના રીઝર્વ પ્લોટ નંબર ટીપી સ્કીમ નંબર 84/એ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી કબ્જો મેળવ્યો હતો. સ્કુલ હેતુ માટેના 4000 ચોરસ મીટરના પ્લોટમાં 14 રેસિડેનશીયલ અને 9 કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું. જેને તોડી હાલમાં 3388 ચો. મીટર જગ્યાનું પઝેશન મેળવી લેવાયુ હતું. એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ પ્લોટ બાબતે કોર્ટમાં મેટર ચાલતી હતી. કોર્ટમાં મેટર નીકળી જતા બાંધકામ તોડી કબ્જો લેવાયો હતો.

નિકોલ વિસ્તારમાં પણ રિઝર્વ પ્લોટનો કબ્જો મેળવ્યો હતો
ઉપરાંત મકરબામાં જ આ જ પ્લોટની બાજુમાં આવેલા ફાઈનલ પ્લોટ નંબર 98/2(sew & sh)ના હેતુના રિઝર્વ પ્લોટ જેની બજાર કિંમત રૂ.6.50 કરોડ છે તેમાં 3 કોમર્શિયલ અને 8 રેસિડેનીયલ બાંધકામ દૂર કરી 1650 ચોરસમીટર જગ્યાનો કબ્જો કોર્પોરેશને મેળવ્યો હતો. નિકોલ વિસ્તારમાં પણ રિઝર્વ પ્લોટનો કબ્જો મેળવ્યો હતો. આ રીતે શહેરમાં રિઝર્વ પ્લોટ પર આગામી દિવસોમાં દબાણો દૂર કરી કબ્જો મેળવવાની કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...