તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ-નં 16નો ગ્રાઉન્ડ રિપોર્ટ:નામ ‘શાહી બાગ’ પણ કચરાના ઢગલા, શ્રીમંતોના વિસ્તારમાં VIP સુવિધાઓ અને ગરીબો માટે પીવા શુદ્ધ પાણીનું ટીપુંય નહીં

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
 • VIP વોર્ડ શાહીબાગમાં ગંદકી મુખ્ય સમસ્યા
 • માત્ર રોડ અને મુખ્ય માર્ગ જ VIP,અંદર તો ગંદકીના ઘર
 • શાહીબાગ વોર્ડમાં ઘોડા કેમ્પ, ગિરધર નગર,માધુપુરા,પ્રેમ દરવાજા,સર્કિટ હાઉસ, ઘેવર , ડફનાળાનો સમાવેશ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-16 એટલે કે શાહીબાગ વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

શાહીબાગ વોર્ડમાં તમામ વર્ગના પરિવાર રહે છે. સ્થાનિકે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે શાહીબાગ વિસ્તારમાં પાણીની સખત સમસ્યા છે, ગટરની પણ થોડાક અંશે સમસ્યા છે.રજૂઆત કરવા જાય ત્યારે રજૂઆત સાંભળવામાં આવે છે પરંતુ રજૂઆત પર ધ્યાન આપવામાં આવતું નથી.

દરેક ચલીઓની બહાર કચરાનો ઢગલોઃ સ્થાનિક
શાહીબાગની સમસ્યાઓ અને થયેલા વિકાસ કાર્યો અંગે સ્થાનિક મુકેશ શાહે જણાવ્યું હતું કે દરેક ચલીઓની બહાર કચરાનો ઢગલો છે, કેટલીક જગ્યાએ પાણી આવતું નથી અને આવે તો ગટરનું પાણી મિક્સ પાણી આવે છે.અનેક લોકોએ તો પાણીની ડોલ લઈને પાણી ભરવા જવું પડે છે.100થી વધુ પરિવાર એક જ ચાલીના પાણીની સમસ્યાથી પરેશાન છે. શાહીબાગ શાહી વિસ્તાર નહિં પરંતુ કચરાના ઢગલા અને સમસ્યાઓનો શાહીબાગ વિસ્તાર છે.

વિસ્તારમાં અમીરી અને ગરીબી એમ 2 ભાગ પડી ગયાઃ સ્થાનિક
શાહીબાગની સામાજિક પરિસ્થિતિ અને વિકાસ અંગે સ્થાનિક દેવવ્રત પરમારે જણાવ્યું હતું કે શાહીબાગમાં અમીરી અને ગરીબી એમ 2 ભાગ પડી ગયા છે. ઘેવર તરફના VIP વિસ્તારમાં દર વર્ષે રોડ પર રોડ બને છે અને જ્યાં જરૂર છે ત્યાં બનતા નથી. ગંદકીની બાબતમાં પણ ભેદભાવ છે, સારા પરિવાર રહેતા હોય ત્યાં સ્વચ્છતા છે અને જ્યાં ગરીબ પરિવાર હોય ત્યાં ગંદકી યથાવત જ છે.

કરોડોના ખર્ચે ગિરધરનગર પાર્ટી પ્લોટ બનાવ્યો પણ સાર સંભાળના નામે મીંડુ
સ્થાનિક રમેશ માળીએ જણાવ્યું હતું કે ઘણી સમસ્યા વર્ષોથી યથાવત છે, વિસ્તારનો વિકાસ થયો નથી. ગિરધરનગર પાર્ટી પ્લોટ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ તેની સાર સંભાળ રાખવામાં આવતી નથી.રોડ પર રોડ બનાવવાથી અનેક સોસાયટીઓ નીચી થઈ ગઈ અને રોડ મોટા હોવાથી પાણી ભરાવવાની સમસ્યા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો