તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યની 6 મહાનગર પાલિકાની 21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઘણા ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાના સરદારનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર દેવલબેન રાઠોડનું ફોર્મ રદ થયું છે. દેવલબેનના ફોર્મમાં ટેકેદારની સહી બાકી રહી જતાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જે વાંધો માન્ય રહ્યો છે અને તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જ્યારે ઠક્કરબાપાનગરના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારનું ફોર્મ પણ રદ થયું છે. દિનેશ પરમારની એફિડેવિટમાં ક્ષતિ હોવાને કારણે ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
આ પહેલા સવારે દેવલબેન રાઠોડના ફોર્મમાં ટેકેદારની સહી બાકી રહી જતા અને દિનેશ પરમારની એફિડેવિટમાં ક્ષતિ હોવાથી વાંધો લેવામાં આવ્યો હતો. જેને પગલે કોંગ્રેસની લીગલ ટીમ દોડતી થઈ હતી અને કલેકટર ઓફિસમાં ફોર્મને માન્ય કરાવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં વોર્ડ નં.1 અને 4ના બે ઉમેદવારનું ફોર્મ રદ, એકને સંતાનમાં 3 પુત્ર અને બીજાનું મેન્ડેટમાં નામ નહીં
રાજકોટ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. વોર્ડ નં.1ના ભરતભાઇ શિયાળ અને વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ફોર્મની તપાસમાં જાણવા મળ્યું છે કે, વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાને 3 પુત્ર હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે. જ્યારે ભરતભાઈ શિયાળને મેન્ડેટ જ મળતા તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હવે વોર્ડ નં.4માં નારણભાઇ સાવસેતાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રામભાઇ ઝીલરીયા ચૂંટણી લડશે. જ્યારે આ મુદ્દે DivyaBhaskarએ ભરતભાઇને ફોર્મ રદ થવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે નો કમેન્ટસ કહીને ચાલતી પકડી હતી.બાદમાં મેન્ડેટ રજૂ કર્યાનો કોંગ્રેસે દાવો કર્યો છે. પરંતુ ચૂંટણી પંચે ફોર્મ જ રદ કર્યુ છે.
ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર MLAના પુત્રનું ફોર્મ 3 સંતાન હોવાના મુદ્દે રદ્દ
વડોદરામાં ભાજપ સામે બળવો કરી વોર્ડ નં-15માં અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ 3 સંતાન હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીએ રદ્દ કર્યું છે. હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે. આ પહેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના સામે વાંધા અરજીની સુનાવણી દરમિયાન તેમના સમર્થકોએ વડોદરા જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે ડીસીપી ઝોન-3 ડો. કરણરાજસિંહ વાઘેલા અને એસીપી મેઘા તેવાર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. વોર્ડ-15ની વાંધા અરજીની સુનાવણીમાં થયેલી તોડફોડ બાદ મોરચો સંભાળી લીધો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.