તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-10 એટલે કે સ્ટેડિયમ વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.
સ્લમ વિસ્તારમાં વિકાસને પ્રવેશ બંધી
સ્ટેડિયમ વોર્ડમાં જ્યાં એલાઈટ ક્લાસના લોકો રહે છે ત્યાં વિકાસ કરવામાં આવ્યો છે. પરંતુ સ્લમ વિસ્તારમાં વિકાસને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હોય તે સ્થાનિકો શુદ્ધ પાણીથી લઈ છત માટે તડપી રહ્યાં છે. પરંતુ તેમનો અવાજ તંત્ર કે કોર્પોરેટરોના બહેરા કાને પહોંચતો નથી. જેને પગલે સ્થાનિકોમાં તંત્ર અને કોર્પોરેટરો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં શ્રીનાથ એપાર્ટમેન્ટ, રાણીપ ક્રોસ રોડ, સુભાષબ્રિજ RTO, કેશવનગર, રામપીરનો ટેકરો, ગાંધીબ્રિજ, નારણપુરા રેલવે ક્રોસિંગ, ભીમજીપુરા ક્રોસિંગ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
રામાપીરના ટેકરામાં રિડેવલપમેન્ટના નામે લોકોને બેઘર કરી દીધાઃ સ્થાનિક
આ અંગે સ્થાનિક હંસાબેન પરમારે જણાવ્યું હતું કે વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા છે. વાડજ વિસ્તારમાં ગંદું પાણી આવે છે. કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆત કરી છતાં સાંભળતાં નથી અને ખૂબ જ ગંદકી રહે છે. વાડજ અને આસપાસના વિસ્તારોમાં તો ગંદકી જ હોય છે. કોર્પોરેટરો આ તરફ ધ્યાન જ નથી આપ્યું. સ્લમ વિસ્તારમાં તેઓએ કોઈ જ કામ કર્યા નથી અને રિડેવલપમેન્ટના નામે તેઓએ નળ કનેક્શન કાપ્યા છે. પરંતુ હવે અમારો સમય આવ્યો છે. સ્ટેડિયમ વોર્ડમાં વાડજના રામપીરના ટેકરામાં રિડેવલપમેન્ટના નામે લોકોને બેઘર કરી દીધા છે. લોકો અત્યારે ઘરવિહોણા બની ગયા છે અને તેઓની હાલત દયનીય બની ગઈ છે.
ક્યાંય કોઈ ધ્યાન આપતું નથી, કોર્પોરેટરો ફરકતા પણ નથીઃ સ્થાનિક
જ્યારે સ્થાનિક રમીલાબેને સમસ્યાઓ અંગે જણાવ્યું કે વિસ્તારમાં કોર્પોરેટરો આવતા નથી અને પાણીની વિકટ સમસ્યાઓ છે, ક્યાંય કોઈ ધ્યાન આપતું નથી. રાણીપ ક્રોસ રોડ તરફના રસ્તા પણ તૂટી ગયા છે. મેટ્રોનું કામ ચાલે છે જેના કારણે પલક ટી પાસે ખૂબ જ ટ્રાફિક થાય છે. કેશવનગર વિસ્તારમાં પણ અનેક સમસ્યાઓ છે.
કેશવનગર વિસ્તારમાં કોર્પોરેટરોએ બહુ ધ્યાન નથી આપ્યું: સ્થાનિક
કોર્પોરેટરની કામગીરી અંગે સ્થાનિક વિશાલભાઈએ જણાવ્યું હતું કે સ્ટેડિયમ વોર્ડમાં કેશવનગરનો વિસ્તાર આવે છે જો કે આ વિસ્તારમાં કોર્પોરેટરોએ બહુ ધ્યાન આપ્યું નથી, કેટલીક ચાલીઓમાં હજી પણ અસુવિધા જોવા મળી છે. સ્લમ વિસ્તારમાં બાગ બગીચા અને તળાવ જેવી સુવિધાઓ નથી જેના કારણે લોકોને સારી સુવિધાઓ મળી નથી.
કેટલાય ઘરોમાં મીટર ન હોવાના કારણે ઘરમાં લાઈટનો પ્રોબ્લેમઃ સ્થાનિક
સ્થાનિક રહેવાસી જગદીશ સિંઘલે જણાવ્યું હતું કે રોડ રસ્તા વગેરે ખૂબ જ ખરાબ છે અને થીગડાં મારીને ચલાવી લેવાય છે. પાણી ખરાબ આવે છે ઉપરાંત વાડજ વિસ્તારમાં લોકો ખૂબ જ હેરાન પરેશાન છે. કેટલાય ઘરોમાં મીટર ન હોવાના કારણે ઘરમાં લાઈટનો પ્રોબ્લેમ છે.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર
ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર | |
નં.1 | રશ્મિ ભટ્ટ | દુષ્યંત પટેલ |
નં.2 | દિપલ પટેલ | નરેશ ડાભી |
નં.3 | મુકેશ મિસ્ત્રી (R) | હંસા પરમાર |
નં.4 | પ્રદિપ દવે (R) | નીતા સોલંકી |
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.