અમદાવાદના વોર્ડ નં-20નો ગ્રાઉન્ડ રિપોર્ટ:જોધપુર વોર્ડમાં વર્ષોથી ગટરના અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓનો કોઈ ઉકેલ નહીં, રોડ અને રસ્તા તૂટેલી હાલતમાં

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: આનંદ મોદી
  • જોધપુર વોર્ડમાં શ્યામલ, પ્રહલાદનગર,સેટેલાઇટ, જોધપુર ગામ, ઝાંસીની રાણી, શિવરંજની સહિતના વિસ્તારોનો સમાવેશ
  • નીચાણ વાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય છે

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-20 એટલે કે જોધપુર વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળી નથીઃ સ્થાનિક
જોધપુર વિસ્તાર એ શહેરનો પોશ વિસ્તાર પૈકીનો એક છે જ્યાં મોટા ભાગના સુખી સંપન્ન પરિવાર રહે છે. ચોમાસમાં જાહેર રોડ પર પાણી ભરાવાની સમસ્યા છે. જ્યારે રોડ અને રસ્તા તૂટેલી હાલતમાં છે. સ્થાનિક રાવે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે જોધપુર વોર્ડમા 60 ફૂટ રોડ બનાવવાનું કામ કેટલાય સમયથી બાકી છે, પરંતુ તેના કારણે રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે. ઉપરાંત ઘણી સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારમાં છે, જેથી ત્યાં પાણી પણ ખૂબ ભરાય જાય છે. આ અંગે અનેક વખત રજૂઆત કર્યા છતાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળી નથી.

લોકો ટેક્સ ભરે છે છતાં પણ સમસ્યાઓઃ સ્થાનિક
જોધપુર વોર્ડની સમસ્યા અંગે સ્થાનિક યુવક ઋષિલ શાહે જણાવ્યું હતું કે, ગટરના પાણી અને વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા અનેક વર્ષોથી છે.વરસાદમાં પાણી ભરાય તે બાદ લાંબા સમય સુધી ઉતરતા નથી જેના કારણે રોગચાળો ફેલાય છે.લોકો ટેક્સ ભરે છે છતાં પણ આ રીતની સમસ્યા છે અને રજૂઆત કર્યા છતાં હજુ સુધી નિવારણ આવ્યું નથી.

રજૂઆત કરવા છતાં કોઈ જોવા આવતું નથીઃ સ્થાનિક
સ્થાનિક મનોજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઘણી સમસ્યા છે જેનું નિવારણ આવતું નથી, રજૂઆત કરવા છતાં કોઈ જોવા પણ આવતું નથી. મધ્યમ વર્ગના લોકો પણ ટેક્સ ભરતા હોવા છતાં તેમને મુશ્કેલી વેઠવી પડે છે, જેને કારણે આ ચૂંટણીમાં તેઓ અન્યને મોકો આપી પોતાની સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરશે.

અન્ય સમાચારો પણ છે...