તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-14નો ગ્રાઉન્ડ રિપોર્ટ:કુબેરનગરમાં નળમાં ગટરના પાણી આવે છે, સમગ્ર વિસ્તારમાં ગંદકીનું રાજ, સ્થાનિકોમાં ભાજપના કોર્પોરેટરો સામે ભારે રોષ

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
 • કુબેરનગર વોર્ડમાં રામેશ્વર, મેઘાણીનગર,અંબિકાનગર, ભાર્ગવ રોડ, છારા નગર સહિતના વિસ્તારોનો સમાવેશ
 • રોજ સવારે શરૂઆતમાં દૂષિત પાણી આવે છે બાદમાં જ શુદ્ધ પાણી આવે છે

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-14 એટલે કે કુબેરનગર વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

વૃધ્ધોને રોડ પર ચાલવામાં અને અન્ય તકલીફ પડે છેઃ સ્થાનિક
કુબેરનગર વોર્ડમાં વિસ્તારમાં મોટા ભાગે માધ્યમ વર્ગીય પરિવાર રહે છે.ચોમાસામાં પાણી ભરાવવા અને પીવાના પાણીની સમસ્યા મુખ્ય છે. સ્થાનિક કલ્પનાબેને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે કુબેરનગર વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવવાની ખૂબ સમસ્યા છે ઉપરાંત પીવાના પાણી પણ દૂષિત આવે છે, રોજ સવારે શરૂઆતમાં દૂષિત પાણી આવે છે બાદમાં જ શુદ્ધ પાણી આવે છે.રોડ પર ખાડા ટેકરા હોવાથી લોકો વાહન ચલાવતા પડી જાય તેવી શક્યતા હોય છે. વૃધ્ધોને રોડ પર ચાલવામાં અને અન્ય તકલીફ પડે છે.

2-3 દિવસ બાદ રજૂઆતને સાંભળવામાં આવે છેઃ સ્થાનિક
આ વોર્ડની સમસ્યાઓ અંગે સ્થાનિક મહિલા જાનકીબેને જણાવ્યું હતું કે ગંદકી ખૂબ છે, પીવાનું પણ ગંદુ પાણી આવે છે,ગટર ભરાઈ જવાની સમસ્યા પણ અનેક છે. સાયકલ ચલાવતા પણ મુશ્કેલી સર્જાય તેવી અનેક રોડ પર સમસ્યા છે. રજૂઆત કરવા જાય ત્યારે 2-3 દિવસ બાદ રજૂઆતને સાંભળવામાં આવે છે અને કામ કરવામાં આવે છે.અનેક સોસાયટીઓ અને ચાલીની બહાર જ જાહેરમાં કચરો ઠાલવવામાં આવે છે.

રોડ રસ્તા રિપેર કર્યા બાદ 1 વર્ષ પછી કચરો ઉપાડવામાં આવ્યોઃ સ્થાનિક
વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યો અંગે સ્થાનિક કિર્તન નામના યુવકે જણાવ્યું હતું કે લોકો વોટ માંગવા આવે છે પણ કામ કોઈ કરતું નથી.પાણીમાં ગટરનું પાણી આવે છે જેના કારણે બીમારી થાય છે. રોડ રસ્તા રિપેર કર્યા બાદ 1 વર્ષ પછી કચરો ઉપાડવામાં આવ્યો છે.ચૂંટણી સમયે જ હવે વિકાસના કમો યાદ આવે છે જ્યારે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કોઈ કામ થયા નહોતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો