તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ-નં 19નો ગ્રાઉન્ડ રિપોર્ટ:જ્યાં ચીફ જસ્ટિસ રહે છે તે વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા, સ્થાનિકનો આક્ષેપ-વસ્ત્રાપુર તળાવમાં ગટરનું પાણી ઠલવાય છે

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
 • બોડકદેવમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવવાની મુખ્ય સમસ્યા
 • બોડકદેવ વોર્ડમાં બોપલ, આંબલી ગામ, સિંધુ ભવન, રાજપથ રોડ, બોડકદેવ ગામ, જજીસ બંગલો, વસ્ત્રાપુર, મેમનગર સહિતના વિસ્તારો

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-19 એટલે કે બોડકદેવ વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ચોમાસામાં રોડ રસ્તા તૂટવાની સમસ્યાઃ સ્થાનિક
બોડકદેવ વિસ્તાર એ શહેરનો પોષ વિસ્તાર પૈકીનો એક છે જ્યાં મોટા ભાગના સુખી સંપન્ન પરિવાર રહે છે.ચોમાસામાં જાહેર રોડ પર પાણી ભરાવવા અને ગટરના પાણી સમસ્યા છે. સ્થાનિક દેવિકાબેન સાધુએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે બોડકદેવ વોર્ડના અનેક વિસ્તારોમાં બોરનું પાણી આવે છે જે અંગે સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેનું નિવારણ આવ્યું નથી. આ ઉપરાંત કોરોનાકાળમાં કોઈની મદદ પણ મળી નહોતી, માટે ચૂંટણી સમયે જ ઉમેદવારો આવે છે બાદમાં 5 વર્ષ સુધી કોઈ દેખાતું નથી.ચોમાસામાં રોડ રસ્તા તૂટવાની સમસ્યા પણ છે.

વસ્ત્રાપુર તળાવ દુર્ગંધ મારે છેઃ સ્થાનિક
સ્થાનિક યુવતી શીતલ ઠક્કરે જણાવ્યું હતું કે વસ્ત્રાપુર તળાવમાં ગટરનું જ પાણી ઠલવાય છે, વસ્ત્રાપુર તળાવ શહેરનું પ્રખ્યાત તળાવ છે. પરંતુ આ તળાવ દુર્ગંધ મારતું હોવાથી લોકો ત્રાહીમામ છે. કચરાની પણ થોડે ઘણે અંશે સમસ્યા છે. માટે લોકો ચૂંટણીમાં પ્રચાર કરે છે અને બાદમાં પ્રજાની જગ્યાએ પોતાનું જ વિચારે છે.

વર્ષોથી રોડ રસ્તાનું કામ ચાલે છે પણ પૂરું થતું નથીઃ સ્થાનિક
સ્થાનિક રહીશ એન્થનીભાઈ જણાવ્યું હતું કે મેમનગર રોડ જાહેર રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, રોડ રસ્તાનું અનેક વર્ષોથી કામ ચાલી રહ્યું છે પરંતુ પૂરું થતું નથી, જેમાં બમ્પ અને ખાડા વાળા રોડ હોવાથી અકસ્માત પણ થાય છે. આ અંગે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી.આ વર્ષે ઉમેદવારો આ મુદ્દા પર પણ ધ્યાન આપે તેવી તેમને આશા છે.

જ્યાં ચીફ જસ્ટિસ રહે છે તે વિસ્તારમાં પાણી ભરાય છેઃ સ્થાનિક
સ્થાનિક મહેશ રાવલે જણાવ્યું હતું કે પોશ વિસ્તાર કહેવાય છે જ્યાં ચીફ જસ્ટિસ રહે છે તેવા વિસ્તારમાં જાહેર રોડ પર પાણી ભરાઈ જાય છે.વસ્ત્રાપુર ચાર રસ્તા પર લાઈટિંગ થતું હતું તે કાઢીને નાની લાઈટો નાખી છે, જે અનેક વખત બંધ થઈ જાય છે.નાના વિસ્તારમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે પરંતુ મુખ્ય રોડના રસ્તાઓ દર વર્ષે બનવામાં આવે છે જેથી સારી હાલતમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો