તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-9નો ગ્રાઉન્ડ રિપોર્ટ:નારણપુરામાં ડોર ટુ ડોર કચરો લેવા કોઈ આવતું નથી, કચરાના ઢગલા થતા ફોન કરી બોલાવવા પડે છે, સ્ટ્રીટલાઈટ ન હોવાથી અકસ્માતનો ભય

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: અદિત પટેલ
 • નારણપુરાવોર્ડમાં શાસ્ત્રીનગર,અંકુર ચાર રસ્તા,પારસ નગર,પ્રગતિ નગર,પલ્લવ કૉસ રોડ અને વિજયનગર ક્રોસ રોડનો સમાવેશ થાય છે
 • કેટલાક વિસ્તારમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા,
 • કોર્પોરેટર સમસ્યાઓને તંત્રના કાને પહોંચાડે છે,પણ તંત્ર નિકાલ લાવવામાં ઢીલાશ દાખવે છે

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-9 એટલે કે નારણપુરા વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

નારાણપુરામાં ઘણા સમયથી એક જ પાર્ટીની પેનલ વિજય મેળવતી આવે છે જેથી સ્પષ્ટ છે કે અહીંની પ્રજા દર પાંચ વર્ષની કામગીરીના આધારે મતદાન કરતી હશે. DivyaBhaskar સાથેની વાતચીતમાં સ્થાનિકોએ કહ્યું કે પાયાની સવલતો મળતી હોવાથી કોઈ ગંભીર સમસ્યા નથી. પરંતુ બીજી કેટલીક સમસ્યાઓ છે, જેનો ઉકેલ કરવામાં આવે એવી અમને આશા છે.

નારણપુરામાં પાણીની સમસ્યાઓ હવે ભૂતકાળ બની ચૂકી છે: સ્થાનિક
નારણપુરા વોર્ડમાં થયેલા વિકાસ કાર્યો અંગે સ્થાનિક અશ્વિનભાઈએ જણાવ્યું કે કોઇ વિસ્તારમાં સમસ્યા ન હોય તેવું નથી, પણ તેનો ઉકેલ કરવામાં આવે એ મહત્વનું છે. અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા હતી પણ નવી લાઈનો નાખ્યા બાદ હવે કોઈ સમસ્યા નથી. બીજું કે અમારા વિસ્તારમાં ડી.કે પટેલ હોલનું રિનોવેશન કરાવવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યાં હતા, અંતે તેનું પણ રિનોવેશન થઈ રહ્યું છે. આ વિસ્તારના જનપ્રતિનિધિઓ લોકોની વાત સાંભળે છે અને સમસ્યાનો ઉકેલ કરવામાં પણ મદદરૂપ થાય છે.

પ્રગતિનગર આગળ સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે અકસ્માતનો ભય: સ્થાનિક
નારાણપુરા વિસ્તારના સ્થાનિક મનિષ ઠાકોરે જણાવ્યું કે વિસ્તારમાં કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ ન હોવાથી અમે રજૂઆત કરી હોવા છતાં કોર્પોરેશન વાળા સાંભળતા નથી. આ સ્ટ્રીટલાઈટના અભાવે પ્રગતિનગર આગળ અગાઉ અકસ્માત પણ થઈ ચૂક્યા છે. પાણીની સમસ્યા હતી, જેમાં પાણીની લાઇન મિક્સ થતા અશુદ્ધ પાણીને કારણે લોકો બીમાર પડ્યા હતા. જો કે અત્યારે પાણી મળી રહે છે.

કચરો લેવા માટે ડોર ટુ ડોર વાન આવતી નથી: સ્થાનિક
સ્થાનિક કમલેશભાઈ પટેલે જણાવ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અવેરનેસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે પણ અહીં તો કચરો લેવા માટે આવતી ડોર ટૂ ડોર વાન પણ આવતી નથી. આ અંગે રજૂઆત કરીએ તો થોડા દિવસ આવે અને વળી પાછી એની એ જ સ્થિતિનું નિર્માણ થાય છે. માત્ર એટલું જ નહીં, કચરાના ઢગલા થાય તો પણ અમારે ફોન કરીને બોલાવવા પડે છે.

પલ્લવ ચાર રસ્તા આગળ ટ્રાફિકની સમસ્યા છે બ્રિજ બનવો જોઈએ: સ્થાનિક
સ્થાનિક વરુણ શાહે વોર્ડની સમસ્યાઓ અંગે જણાવ્યું કે પલ્લવ ચાર રસ્તા આગળ ટ્રાફિક થાય છે તો તેનો નિકાલ આવવો જોઈએ અમુક જગ્યાએ રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે તો પણ તેને સરખા કે રિસરફેસ કરતા નથી. અમારી આ વાત તંત્ર સુધી પહોંચે એવી અમારી આશા છે અને નવા જનપ્રતિનિધિ આ સમસ્યાનો નિકાલ લાવે એવું ઇચ્છીએ છીએ.

સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કારણે વરસાદી સમસ્યાનો નિકાલ આવ્યો
નારણપુરા વોર્ડના સ્થાનિક અતુલ દવેએ જણાવ્યું કે અહીં પહેલાં થોડા વરસાદમાં પાણી ભરાય જતા હતા, પરંતુ તેના માટે અમે ઘણી રજૂઆત કરી અને ત્યારબાદ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. જેને કારણે વરસાદી પાણી ભરાય તો તે જલ્દીથી ઉતરી જાય છે અને મારા મતે તો અહીંના કોર્પોરેટર પ્રજાની સમસ્યાઓને વાચા આપે છે અને તેનો નિકાલ લાવવામાં મદદરૂપ થાય છે.

મતદારોની સંખ્યા પુરુષ:49676

સ્ત્રી:47873 કુલ:97549

ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર

ભાજપના ઉમેદવારકોંગ્રેસના ઉમેદવાર
નં.1બિન્દા સુરતીફોર્મ પાછું ખેંચાયું
નં.2ગીતા પટેલ (R)પ્રવીણ પટેલ
નં.3જયેશ પટેલ (R)ચંદ્રિકા રાવલ
નં.4દર્શન શાહવર્ષા મેઘાવાલા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો