તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-17નો ગ્રાઉન્ડ રિપોર્ટ:લઘુમતી ગરીબ-મધ્યમ વર્ગ વિકાસથી વંચિત, વોર્ડમાં ઠેર ઠેર ગંદકી, 60 વર્ષ જુના જર્જરિત હેલ્થ ક્વાટર્સમાં લોકો મોતના ભય હેઠળ જીવે છે

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
 • શાહપુરમાં દિલ્લી દરવાજા, શાહપુર રંગીલા ચોકી, માધુપુરા, સર્વોદય સોસાયટી, લાલકાકા હોલ, માધુપુરા એસ્ટેટ, દરિયાખાન ઘુમ્મટ સહિતના વિસ્તારોનો સમાવેશ
 • શાહપુર, દુધેશ્વર, માધુપુરામાં વિસ્તારમાં તળાવ, ગાર્ડન જેવી કેટલીક સુવિધાઓનો અભાવ

રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-17 એટલે કે શાહપુર વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ખાનપુર રોડ પર ઝૂંપડપટ્ટીના લોકો રોડ પર આવી ગયા
શાહપુર વોર્ડમાં અનેક પ્રકારની સમસ્યાઓ રહી છે. જેમાં મુખ્યત્વે ગટર ઉભરાવી, પીવાના પાણીની તકલીફ, અશુધ્ધ પાણી તથા ગંદકીની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. શાહપુરમાં લઘુમતી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા રહેલી છે. ખાનપુર રોડ પર ઝૂંપડપટ્ટીના લોકો રોડ પર આવી ગયા હોવા છતાં તેઓને નજર અંદાજ કરી દેવામાં આવ્યા હતા. શાહપુર વોર્ડમાં અનેક સમસ્યાઓ આવી છે. ગત ટર્મમાં ભાજપના ત્રણ કોર્પોરેટરો અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ હતી જો કે કોર્પોરેટરોએ કામગીરીમાં નબળાં પડ્યા છે.

એક કલાક પાણી આવે છે પણ પીવા લાયક નહીં: સ્થાનિક
સ્થાનિક રહેવાસી સુધીરભાઈ બુંદેલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વિકાસ જ નથી થયો. વોર્ડમાં પાણીની મોટી સમસ્યા છે. પાણી 1 કલાક આવે છે જે ડોહળું પાણી હોય છે. પીવાલાયક જ નથી હોતું. ગટર પણ વારંવાર ઉભરાઈ જાય છે. જેના કારણે રોગચાળો ફેલાય છે. લોકો ખૂબ જ હેરાન પરેશાન છે.

મહેંદી કુવા પાસે રોડ પરનો કચરો ગંદકી કરે છેઃ સ્થાનિક
સ્થાનિક રહેવાસી મહંમદ ઇશાકભાઈએ જણાવ્યું હતું કે, વોર્ડમાં ગંદકી ખૂબ જ હોય છે.માધુપુરા પોલીસ સ્ટેશન પાસે કે મહેંદી કુવા પાસે રોડ પર કચરો હોય છે જેના કારણે ગંદકી થાય છે. 15 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ ચાલીઓમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા છે. જેને દૂર કરવામાં આવી નથી. વિકાસની વાતો જ કરવામા સરકાર રહી છે.

મ્યુનિસિપલ હેલ્થ કવાટર્સ જર્જરિત હાલતમાં: સ્થાનિક
સ્થાનિક રહેવાસી રિઝવાનના જણાવ્યા મુજબ વોર્ડમાં પાંચ વર્ષમાં કોઈ ખાસ વિકાસના કામો કોર્પોરેટરોએ કર્યા નથી. શાહપુરમાં આવેલ મ્યુનિસિપલ હેલ્થ કવાટર્સ 50 વર્ષ જૂના અને છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. તેને રિડેવલપમેન્ટ કરવામાં આવ્યા નથી. સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં રિડેવલપમેન્ટ તરફ ધ્યાન આપવામા આવ્યું નથી. ખૂબ જ જર્જરિત હાલતમાં આ હેલ્થ કવાટર્સ છે. અન્ય વોર્ડ જે આ કવાટર્સ કરતા ઓછા જુના છે છતાં ત્યાં રિડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે. પરંતુ આ ગરીબ પ્રજાની અવગણના કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો