તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-5નો ગ્રાઉન્ડ રિપોર્ટ:રાણીપના GST ફાટકના અન્ડરબ્રિજનું કામ અટકેલું, વર્ષો જૂની કાળીગામના ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ નહિ, સ્મશાન પણ નથી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
 • રાણીપ વોર્ડમાં ન્યૂ રાણીપ, ચેનપુર, કુમકુમ સોસાયટી, રાણીપ ગામ, કાળીગામ, બલોલનગર સહિતના વિસ્તારોનો સમાવેશ
 • રાણીપ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા
 • સોસાયટીમાં પેવર બ્લોકના અને રોડ રિસર્ફેસની કામગીરીથી લોકો ખુશ
 • ન્યૂ રાણીપ વિસ્તારમાં હજી કેટલીક સુવિધાઓનો અભાવ, તળાવો અને ગાર્ડનનો વિકાસ જરૂરી
 • સારા ગાર્ડન જેવી સુવિધાઓનો અભાવ

રાજ્યની 6 મહાનગરપાલિકા- અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે તેમજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યનાં ચાર 4 મહાનગરમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવાં નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયાં કયાં કામો નથી થયાં એ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-5 એટલે કે રાણીપ વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન સ્થાનિકો મુજબ, સૌથી મોટી સમસ્યા વર્ષોથી કાળીગામ ગરનાળામાં ભરાતા ચોમાસાના પાણીની છે. આ સમસ્યાનો હજુ પણ ઉકેલ આવ્યો નથી, જ્યારે GST ફાટકના અન્ડરબ્રિજનું કામ પણ બંધ પડ્યું છે. માત્ર એટલું જ નહીં, રાણીપમાં એકપણ સ્મશાન નથી. જેથી લોકોએ અંતિમસંસ્કાર માટે વાડજ જવું પડે છે.

પ્રજાનાં કામો કોર્પોરેટરોએ ખૂબ જ ઓછાં કર્યાઃં સ્થાનિક
સ્થાનિક રહેવાસી જય પટેલે જણાવ્યું હતું કે વિસ્તારમાં પ્રજાનાં કામો કોર્પોરેટરોએ ખૂબ જ ઓછાં કર્યાં છે. વર્ષોથી કાળીગામ ગરનાળામાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થાય છે છતાં આજદિન સુધી એનો નિકાલ લાવવામાં આવ્યો નથી. ગટરનું પાણી સતત ત્યાં ભરાય જ રહે છે, જેને કારણે ત્યાંના આસપાસના રહેવાસીઓને ખૂબ જ તકલીફ પડે છે તેમજ રોગચાળો વધે છે. રોડ, રસ્તાનાં કામો પણ ચૂંટણી આવે છે ત્યારે જ કર્યાં છે.

ગાર્ડન છે તો રમતગમતનાં સાધન નથી
અન્ય રહેવાસી અમરતભાઈ પટેલે જણાવ્યું હતું કે રાણીપ વોર્ડમાં ન્યૂ રાણીપ વિસ્તાર આવે છે, જેમાં અનેક વિકાસનાં કામો થયાં છે. સોસાયટીમાં કોર્પોરેટરોએ કોર્પોરેશનના બજેટમાંથી અને સ્કીમ હેઠળ પેવર બ્લોક નાખવાની અને સ્ટ્રીટલાઈટ નાખવાની કામગીરી કરી છે. રોડ રસ્તાઓ રિસર્ફેસ કરવામાં આવ્યા છે. જોકે આખા વિસ્તારમાં એકપણ સ્મશાન નથી. રાણીપ હોય કે ન્યૂ રાણીપ, તેમણે વાડજના સ્મશાને જવું પડે છે, જેથી એ બનાવવું ખૂબ જ જરૂરી છે. ન્યૂ રાણીપ કાળીગામ રોડ પર એક ગાર્ડન આવેલું છે, પરંતુ ત્યાં કોઈ રમતગમતનાં સાધન ન હોવાથી ત્યાં જતા નથી.

ઠેરઠેર ગંદકી હોવાથી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે છે
સ્થાનિક રહેવાસી પી.એન પ્રજાપતિએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીનો કોઇ વિકાસ કરવામાં આવ્યો નથી. ઠેરઠેર ગંદકી જોવા મળે છે અને સફાઇ નથી થતી, જેને કારણે મચ્છરજન્ય રોગો થાય છે અને લોકો બીમાર પડે છે. અહીં કોર્પોરેટરોએ પાયાની સુવિધાઓ પાર ઓછું ધ્યાન આપ્યું છે. સારા ગાર્ડન અને તળાવોના વિકાસની જરૂરિયાત છે. ચેનપુર તળાવનો પણ કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી.

વિકાસ અને સારાં કામ કરી શકે તેવા કોર્પોરેટરોની જરૂર
સ્થાનિક રહેવાસી નરેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે કોર્પોરેટરો જ્યારે ચૂંટણી આવે ત્યારે જાગે છે. રાણીપ ગામ વિસ્તારમાં વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. રાણીપ ગામથી કાશીબા જવાના રોડ પર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. રાણીપ વોર્ડમાં વિકાસ અને સારાં કામ કરી શકે તેવા કોર્પોરેટરોની જરૂર છે.

માત્ર પોતાનો જ વિકાસ કર્યો છે, પ્રજાનો કોઈ વિકાસ નથી થયો
સ્થાનિક ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેટરોએ પ્રજાલક્ષી નહિ, પરંતુ વ્યક્તિગત વિકાસ કરેલો છે. અન્ય વોર્ડમાં કોર્પોરેટરોએ જેમ પ્રજાનાં કામ કર્યાં છે તેમ આ વોર્ડમાં કામો નથી થયાં. જ્યારે ગટર કે પાણીની પાઇપલાઇન નાખે છે ત્યારે તેઓએ કયા સ્ટાન્ડર્ડ અને કેવી રીતે, કોના બજેટમાંથી નાખી એની પ્રજા સુધી કોઈ માહિતી આપતા નથી. માત્ર પોતાનો જ વિકાસ કર્યો છે, પ્રજાનો કોઈ વિકાસ નથી થયો.

વોર્ડ નંબર 5ના કુલ મતદારો

પુરુષ- 49881 સ્ત્રી- 45083 અન્ય- 5 કુલ- 94969.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો