પ્રોપર્ટી ટેક્સ:AMCને 405 કરોડની આવક થઈ, 51 દિવસમાં 4 લાખે એડવાન્સ ટેક્સ ભર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ પ્રોપર્ટી ટેક્સ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ પ્રોપર્ટી ટેક્સ - ફાઇલ તસવીર
  • ગત વર્ષના આ સમયગાળા કરતાં 56% વધારે

મ્યુનિ. દ્વારા જાહેર કરેલી રિબેટ સ્કીમને કારણે મહત્તમ લોકો મિલકત વેરો ભરવા લાગતાં મ્યુનિ.ની ટેક્સની આવકમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ગત 22 એપ્રિલથી 21 મે સુધીમાં જ 4 લાખ કરદાતાએ એડવાન્સ ટેક્સ ભરીને રિબેટ યોજનાનો લાભ મેળવ્યો છે, જેને પગલે મ્યુનિ.ની ટેક્સ વિભાગની આવક રૂ. 405.16 કરોડ પર પહોંચી છે, જે ગત વર્ષના આ સમયગાળા કરતાં 56 ટકા વધારે છે.

ગત વર્ષે 1 એપ્રિલથી 21 મે, 2021 સુધી મ્યુનિ.ના ટેક્સ વિભાગની આવક રૂ. 220.89 કરોડ હતી, જેમાં 185 કરોડનો વધારો ચાલુ વર્ષે નોંધાયો છે, જેમાં સૌથી વધારે 58.74 કરોડની આવક મધ્ય ઝોનમાં થઈ છે. તે ગત વર્ષ કરતાં 112.93 ટકા વધારો દર્શાવે છે.

પશ્ચિમ ઝોનમાં પણ 118.11 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષ કરતાં 79.01 ટકા વધારે છે. તે બાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 79.64 કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 54.89 કરોડ, પૂર્વ ઝોનમાં 33.04 કરોડ, દક્ષિણ ઝોનમાં 31.10 કરોડ અને ઉત્તર ઝોનમાં 29.64 કરોડની આવક નોંધાઇ છે. મોટા ડિફોલ્ટરો પાસેથી મ્યુનિ.ને ટેક્સ પેટે 300 કરોડથી વધુની રકમ લેવાની નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...