કોરોનાકાળમાં વધુ ખર્ચ થયો હોવાનો દાવો:AMC પાસે કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના 212 કરોડ નથી; સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું, સરકાર પાસે નાણાં માગ્યા છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

અમદાવાદ મહાનગરપાલિકાની આર્થિક હાલત હાલ ખરાબ હોવાની હાઇકોર્ટ સમક્ષ કબૂલાત બાદ સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે ગુરુવારે કબૂલાત કરી હતી કે, પાલિકા પાસે કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના 212 કરોડ નથી. રાજ્ય સરકાર પાસે નાણાંની માગણી થઈ છે પણ નાણાના અભાવે વિકાસ કામો અટક્યા નથી.

કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકારના કહેવાથી મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલો રિક્વિઝિટ કરીને મફતમાં સારવાર આપી હતી. આ ખર્ચને લીધે મ્યુનિ. પાસે રોડ સહિત અનેક કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના નાણાં નથી. સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે, હાલ 212 કરોડ કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના બાકી છે. જોકે તેમ છતાં કોન્ટ્રાક્ટરો અમારી સાથે કામ કરે છે અને વિકાસના કોઈ કામ આર્થિક કારણોસર અટક્યા નથી.

રાજ્ય સરકાર તેમને તબક્કાવાર નાણાં ચૂકવે છે. થોડા સમય પહેલા જ ટેક્સમાં લોકોને જે રાહત આપી હતી તેના પેટે લેણી થતી રકમના રૂ. 45 કરોડ રાજ્ય સરકારે ચુકવ્યા છે. હોસ્પિટલાઇઝેશનના કેટલાક બિલોમાં રાજ્ય સરકાર પાસેથી નાણાં લેવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...