તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિમોલિશન:AMC દ્વારા સરખેજમાં નિશાન કારના કોમર્શિયલ શેડનું ગેરકાયદે કરવામાં આવેલું બાંધકામ તોડી પડાયું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોર્પોરેશનની ટીમ દ્વારા બાંધકામ દૂર કરવામાં આવ્યું - Divya Bhaskar
કોર્પોરેશનની ટીમ દ્વારા બાંધકામ દૂર કરવામાં આવ્યું
 • કોર્પોરેશનના એસ્ટેટ તથા ટી.ડી.ઓ વિભાગે કાર્યવાહી કરીને 3 હજાર ફૂટ જગ્યા ખાલી કરાવી

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને ટી.ડી.ઓ વિભાગ દ્વારા સરખેજમાં ગેરકાયદે ઉભા કરવામાં આવેલા નિશાન કારના શેડનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું અને આશરે 3 હજાર ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

3 હજાર ચો,ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સરખેજ વોર્ડમાં સમાવિષ્ટ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નંબર 89 મંજુર થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સંપ્રાપ્ત થતા પ્રપોઝ પ્લોટ નં.94 જેનો હેતુ ગાર્ડનનો હતો. તેની પર નિશાન કારના કોમર્શિયલ શેડ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ઉજાલા સર્કલ પાસેના આ પ્લોટમાં આશરે 3 હજારથી વધુ ચો. ફૂટ જમીનમાં આ બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા આ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો